આઈઆઈટીમાં વિદ્યાર્થિનીઓને ૨૦ ટકા રિઝર્વેશન મળી શકશે

નવી દિલ્હી: ભારતીય પ્રાદ્યોગિકી સંસ્થાન (આઈઆઈટી)માં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને આવી સમસ્યા દૂર કરવા અેક સમિતિએ આવી સંસ્થામાં વિદ્યાર્થિનીઓને ૨૦ ટકા અનામત આપવા ભલામણ કરી છે.

આ અંગે એવું માનવામાં આવી રહયું છે કે સમિતિએ વિદ્યાર્થિનીઓ માટે કુલ સીટના આધારે ૨૦ ટકા સુધી વધારાની સીટ ફાળવવા ભલામણ કરી છે. સમિતિની ભલામણને આખરી નિર્ણય માટે સંયુક્ત ઉમેદવારી બોર્ડ (જેએબી) સમક્ષ રાખવામાં આવશે. અહેવાલ મુજબ રિઝર્વેશન આઠ વર્ષ માટે રહેશે. અથવા ત્યાં સુધી યથાવત્ રહેશે. જ્યાં સુધી આઈઆઈટીમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા ૨૦ ટકા ન થઈ જાય. સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડના ટોપ ૨૦ ટકામાં આવનારી અને જેઈઈ અેડ્વાન્સ ક્રેક કરનારી વિદ્યાર્થિનીઓને જ આ અનામતનો લાભ મળી શકશે.

http://sambhaavnews.com/

You might also like