હું IIT એન્જિનિયર મને ઇવીએમ ટેમ્પર કરવાની 10 રીતે આવડે છે : કેજરીવાલ

નવી દિલ્હી : ઇવીએમ મુદ્દે ઘણા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ વિરુદ્ધ મોર્ચો ખોલીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લડી રહ્યા છે. તેમને કહ્યું કે તેઓ આઇઆઇટી એન્જિનિયર છે અને ઇવીએમને ટેમ્પર કરવાની 10 પદ્ધતીઓ જાણે છે. કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હીનાં લોકો તેમની સરકારથી ખુશ છે અને રાજૌરી ગાર્ડન પેટા ચૂંટણીનું ટ્રેલર ન સમજવામાં આવે.

એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું કે તેમની સરકારે દિલ્હીમાં શિક્ષણ, સ્વાસ્થય, વિજળી અનેપાણી માટે ઘણુ કામ કર્યું છે અને સરકારનાં કામો પ્રયે લોકોનું વલણ ઘણુ સકારાત્મક છે. રાજૌરી ગાર્ડન પેટા ચૂંટણીમાં હ રમાટે તેમણે દલીલ કરી હતી કે જે ડેપ્યુટી સીએમએ આપ્યુ હતું. કેજરીવાલે કહ્યું કે જરનૈલસિંહે ઘણુ કામ કર્યું હતું. તે પંજાબ જવા ઇચ્છતા હતા. તેમનાં જવાથી લોકો ખુબ જ નારાજ હતા.

કેજરીવાલે જણાવ્યું કે પેટાટૂંચણીને એમસીડી ચૂંટણીનું ટ્રેલર ગણવામાં ન આવે. તેમણે કહ્યું કે ગત્ત વિધાનસભા ચૂંટણી પહેલા પણ તેમની પાર્ટી કૈંટથી હારી ગઇ હતી. ઇવીએમના મુદ્દે કેજરીવાલ એકવાર ચૂંટણી પંચને ઘેર્યું હતું. તેમણે ફરી કહ્યું કે ચૂંટણી પંચ ભાજપને જીતાડવામાં મદદ કરી રહ્યું છે અને તેણે એવું કોઇ પગલું નથી ઉઠાવ્યું જેનાથી તેની વાત પર ભરોસો થાય.

You might also like