IIT બોમ્બે ટેક ફેસ્ટ એટલે યુવાનોનાં સ્માર્ટ વિચારોને પાંખો આપતું એક માત્ર પ્લેટફોર્મ

IIT બોમ્બેએ 14થી 16 ડિસેમ્બર, 2018 સુધી એશિયાનાં સૌથી મોટા વિજ્ઞાન અને ટેક્નિકી ફેસ્ટિવલની 22મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ ફેસ્ટિવલમાં પ્રદર્શન, પ્રતિયોગિતાઓ, વર્કશોપ અને સમિટનાં રસપ્રદ અને ઇનોવેટિવ મુદ્દા માટે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓને IBM બ્લોકચેન ચૂ ઓટોમોબાઇલ મીકેનિક્સ, નેનો મશીન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને મશીન લર્નિંગ વિશે જણાવવામાં આવ્યું હતું.

આ ટેક્નિકલ ફેસ્ટેવિલ વર્ષોથી ટેક્નિકીની ઉત્ક્રાંતિ લાવ્યું અને ભવિષ્યનાં વિકાસની પણ આગાહી કરી. તે દરેક લોકો માટે પ્રેરણાદાયક વિજ્ઞાન અને ટેક્નિકનાં સૌથી વધુ વિભિન્ન મિશ્રણને જોવાનું એક સંપૂર્ણ પ્લેટફોર્મ છે. ટેક્નિકીની સુંદરતાને શીખવા, બનાવવા અને અનુભવવા માટે આ ફેસ્ટિવલને એક આદર્શ સ્થાન માનવામાં આવે છે.

આ ઉત્સવ 1,75,000+થી પણ વધારે મહેમાનો સાથે દેશનાં વિવિધ રાજ્યોથી વિદ્યાર્થીઓ, વ્યયસ્ક, બાળકો અને કોર્પોરેટ્સ આ ફેસ્ટમાં તેમનું ક્ષિતિજ વધારવા જોડાય છે. ભારતની એક ખ્યાતનામ કુરિયર કંપની શ્રી મારૂતિ કુરિયર સર્વીસ પ્રાઈવેટ લીમીટેડને પણ આ ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો, જેનાં માટે તેમને ડીન ઓફ સ્ટુડન્ટસ અફેર, પ્રોફેસર સૌમ્યો મુખર્જી દ્વારા બેસ્ટ કુરિયર કંપનીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મારૂતિ કુરિયર સર્વીસનાં CEO મૌલિક મોકરીયાએ જણાવ્યું કે, “આ ફેસ્ટિવલ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે બહુ જ સરસ છે, આ ફેસ્ટિવલ યુવાનોને તેમનાં ટેલેન્ટ દર્શાવવા માટે એક સારું પ્લેટફોર્મ ઉભું કરે છે.” આ ટેક ઈવેન્ટ માટે કંપનીએ વિદ્યાર્થીઓ માટે એક અદભૂત ઓફર પણ આપી છે. વિદ્યાર્થીઓએ તેમનાં કેમ્પસથી 20 કિલો સુધીનો સામાન ફક્ત રૂ.999માં બીજી જગ્યાએ ફેરવી શકશે.

વ્યક્તિગત ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કંપની ડિલિવરી ક્ષમતાઓમાં ખૂબ તેજસ્વીતા ધરાવે છે. કંપની દ્વારા વપરાતી અદ્યતન ટેકનોલોજી દ્વારા કંપની તેમનાં ગ્રાહકોને સૌથી ટોપની સેવાઓ આપે છે. કંપનીની લોજીસ્ટીક અને ઓપરેશનલ સેવાઓ હજુ વધારે સરળ બનાવવા કંપની AI અને રોબોટીક્સ ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવા જઈ રહેલ છે.

જાણો શું છે મારૂતિ કુરિયર સર્વીસ પ્રાઈવેટ લીમીટેડઃ
1985માં શરૂઆત થતી આ કંપની ભારતની એક સૌથી ઝડપી અને વિશ્વાસુ કંપની તરીકે ઉભરી આવી છે. કેપનીના દેશભરમાં 1900 આઉટલેટ્સ છે અને 24 કલાક કામ કરતી 20 રીજનલ આફિસ દેશનાં વિવિધ ખૂણે આવેલી છે.

You might also like