આઈઆઈપીના નબળા ડેટાએ વ્યાજદરમાં ઘટાડાની સંભાવના વધી

મુંબઇ: જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક-આઇઆઇપી ડેટામાં ઘટાડો નોંધાયો છે. આઇઆઇપી ડેટા ઘટીને ૧.૨ ટકા આવ્યો છે. તો બીજી બાજુ ઓગસ્ટ મહિનામાં ફુગાવાનો દર પાંચ મહિનાની ઊંચી ૩.૩૬ ટકાની સપાટીએ પહોંચી ગયો છે, જોકે ફુગાવો આરબીઆઇના લક્ષ્યાંક ચારથી છ ટકા કરતા ઓછો જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નીતિગત વ્યાજદરમાં ઘટાડો કરવાની સંભાવના વધી છે.

નોંધનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક આગામી ૪ ઓક્ટોબરે થનાર છે. કેન્દ્રના નાણાપ્રધાન પીયૂષ ગોયેલે રિટેલમાં ફુગાવાના દરમાં વધારાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. એપ્રિલથી જુલાઇ મહિનાના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ૧.૭ ટકા રહ્યો છે, જે પાછલા વર્ષે આ જ સમયગાળામાં ૬.૫ ટકા રહ્યો હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ-સીએસઓના ડેટા મુજબ ફળ અને શાકભાજીના ભાવમાં નોંધાયેલા વધારાના કારણે ઓગસ્ટ મહિનાનો ફુગાવાના આંકમાં વધારો નોંધાયો છે.

You might also like