આઈઆઈપી ડેટા બાદ ફુગાવાના આંકડા બજારને દિશા આપશે

ગઈ કાલે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ ૪.૫૫ પોઇન્ટના સુધારે ૨૮,૩૩૪.૨૫, જ્યારે એનએસઈ નિફ્ટી ૧૫.૧૫ પોઇન્ટના સુધારે ૮૭૯૩.૫૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહના અંતે શેરબજારમાં સાધારણ સુધારો નોંધાયો હતો. સપ્તાહના અંતે સેન્સેક્સમાં ૦.૩૩ ટકા, જ્યારે નિફ્ટીમાં ૦.૬૦ ટકાનો સુધારો નોંધાયો હતો. એ જ પ્રમાણે બેન્ક નિફ્ટીમાં ૦.૦૮ ટકાનો સાધારણ સુધારો જોવાયો હતો.

ગઇ કાલે બજાર બંધ થયા બાદ આઇઆઇપી ડેટા નિરાશાજનક આવ્યા હતા. ડિસેમ્બર મહિનાનો આઇઆઇપી ગ્રોથ નિરાશાજનક આવ્યો હતો. નોટબંધીની અસર જોવાઇ હતી. ડિસેમ્બર મહિનાનો આઇઆઇપી ગ્રોથ ઘટીને – ૦.૪ ટકા આવ્યો છે. આગામી સપ્તાહે શેરબજાર ઉપર તેની અસર નોંધાઇ શકે.

સોમવારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા આવનાર છે એટલું જ નહીં મંગળવારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા આવશે. બજારની નજર તેના ઉપર મંડાયેલી રહેશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ સપ્તાહમાં બેન્ક નિફ્ટીની મૂવમેન્ટ ફ્લેટ જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં સાધારણ ૦.૦૮ ટકાનો સુધારો નોંધાયો છે. બેન્ક નિફ્ટી ૨૦,૫૦૦ની સપાટી ક્રોસ કરે તો બજારમાં વધુ એક તેજીનો તબક્કો જોવાઇ શકે છે તેવો મત એનાલિસ્ટ દ્વારા વ્યક્ત કરાયો છે, જોકે ચાલુ સપ્તાહમાં આઇટી કંપનીના શેરમાં રિકવરી જોવા મળી છે તે એક સારાે સંકેત છે.

આગામી સપ્તાહે કઈ કંપનીનાં પરિણામ આવશે?
આગામી સપ્તાહે સોમવારે હિન્દાલકો, એમએમટીસી, મધરસન સુમી, એનએમડીસી, પીએફસી, સદ્ભાવ, ડીસીએમ અને દિશમાન ફાર્મા કંપનીનાં પરિણામ આવશે એટલું જ નહીં, મંગળવારે ડીએલએફ, એચડીઆઇએલ, જિંદાલ સ્ટીલ, સન ફાર્મા, ટાટા મોટર્સ, ગેઇલ, રોલ્ટા, ફોર્ટીસ અને ગણેશ હાઉસિંગનાં પરિણામ આવશે.
http://sambhaavnews.com/

You might also like