ભારત અને રશિયા વચ્ચે 200 મિલેટ્રી હેલિકોપ્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, ન્યૂક્લિયર એનર્જી સહિત 16 સમજૂતી થઇ

પણજીઃ ગોવામાં બ્રિક્સ સમિટ પહેલાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પછી 1  મહત્વની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. આ સમજૂતીમાં રક્ષાક્ષેત્રે ભારત અને રશિયા વચ્ચે નવા સંબોધો સ્થાપિત થશે. સમજૂતી પ્રમાણે ભારતને કોમોવ મિલેટ્રી હેલીકોપ્ટર મળશે. સાથે જ એસ-400 સિસ્ટમ પણ રશિયા ભારતને આપશે. બંને દેશોની વચ્ચે ગેસ પાઇપલાઇન પર સ્ટડી, ન્યૂક્લિયર એનર્જી, આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં સ્માર્ટ સિટી, શિક્ષા, રેલવેની સ્પીડ વધારવા સહિત અનેક બાબતો પર મહત્વની સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

ભારત અને રશિયા વચ્ચે એર ડિફેન્સ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. એર ડિફેન્સ સિસ્ટમ એસ-400 ટ્રાઇઅમ્ક લાંબી રેન્જની ક્ષમતા ધરાવતો હશો. આ મિસાઇલથી પોતાની તરફ આવી રહેલા દુશ્મનના વિમાનો, મિસાઇલો અને ત્યાં સુધી કે ડ્રોને પણ 400 કિલોમીટર સુધીના અંતરમાં પાડવાની ક્ષમતા ધરાવે છે. તેની ખરીદીથી ભારતની રક્ષા પ્રણાલી વધારે મજબુત બનશે.

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું છે કે ભારત અને રશિયાના પરસ્પર સહયોગથી નવા યુગની શરૂઆત થશે. બંને દેશો જ્યાં રક્ષા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે. ત્યારે રશિયા ભારતને મેક ઇન ઇન્ડિયામાં મદદ કરશે. ભારત અને રશિયાના સંબંધો અંગે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે રશિયા ભારતનું જૂનું સહયોગી છે. ત્યારે જૂનો મિત્ર નવા મિત્રો કરતા વધારે સારો સાબિત થશે. ભારત આ મહત્વને સમજે છે.

પીએમ મોદીએ પ્રસંગે કહ્યું કે ભારત અને રશિયા સાથે મળીને આતંકવાદને નાથવાનો પ્રયાસ કરશે. ભારત અને રશિયા બ્રિક્સ સહિત તમામ મંચ પર સાથે મળીને કામ કરશે. તમામ વૈશ્વિક મંચો પર વૈશ્વિક બાબતો પર સમાધાન માટે સાથે મળીને કામ કરશે.  પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત અને અંત બંને રશિયન ભાષાથી કર્યો હતો. આ પ્રસંગે પુતિને બંને દેશોના સહયોગ સાથે મિલેટ્રી અને ઓદ્યોગિક સહયોગ પર ભાર આપ્યો હતો.

You might also like