IIM રોડ હવે સંપૂર્ણ દબાણ મુક્ત, નીટ એન્ડ ક્લીન બનશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ શહેરીજનોને વધુ ને વધુ સ્માર્ટ સેવા આપવા પર ભાર મૂકી રહ્યા છે. જન મિત્ર કાર્ડ, ઇ-બસ, ઇ-ઓટો, સ્માર્ટ ટોઇલેટ, વોટર એટીએમ, સ્માર્ટ લાઇબ્રેરી જેવા પ્રોજેકટ કાં તો અમલમાં મુકાઇ ગયા છે અથવા તો એક અથવા બીજા તબક્કે અમલીકરણની દિશામાં છે. હવે તંત્રએ નાગરિકોને પૂરી પડાતી ‘નગર’ હેઠળની નળ, ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પૈકી રસ્તા પર પોતાનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેરના કુલ સાત ઝોન હોઇ ઝોન દીઠ એક એવા સાઠ ફૂટ કે તેથી મોટા રોડને કાયમી દબાણ અને ગંદકી મુક્ત રાખવાનાં ચક્રો ગતિમાન કરાયાં હોઇ તેમાં પશ્ચિમ ઝોનના આઇઆઇએમ રોડની સર્વ પ્રથમ પસંદગી કરાઇ છે.

બે વર્ષ પહેલાં ચોમાસાના પહેલા રાઉન્ડના વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રસ્તાને ઓછા-વધતા પ્રમાણમાં નુકસાન થતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓના આબરૂના લીરા ઊડ્યા હતા. ગત વિધાનસભા ર૦૧૭ની ચૂંટણીમાં રસ્તાઓનાં ધોવાણથી શાસક ભાજપ પક્ષની લોકપ્રિયતાને ફટકો પણ પડ્યો હતો. હવે રોડ કૌભાંડનું ભૂત ફરીથી ધૂણ્યું હોઇ દોષિત ઇજનેરો સામેની કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવાઇ છે. બીજી તરફ સત્તાવાળાઓ નવા રોડનાં કામમાં ભારે ચોકસાઇ દાખવી રહ્યા હોઇ આગામી ચોમાસામાં ‘રોડ’ મુદ્દો બને તેવી શક્યતા નહીંવત્ છે.

જોકે સત્તાધીશો દ્વારા શહેરીજનો સમક્ષ ડસ્ટ ફ્રી રોડ, મોડલ રોડ જેવા નવા અભિગમ હેઠળ સારા રોડ તૈયાર કરીને આપવાની નીતિને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો છે. હવે તંત્ર દ્વારા સી.જી. રોડને નજર સમક્ષ રાખીને ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન અને મધ્ય ઝોનમાંથી સાઠ ફૂટ કે તેનાથી મોટા ટીપી રોડને દબાણમુક્ત અને સ્વચ્છ રાખવાના નવા અભિગમ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

તંત્રના ‘નિટ એન્ડ ક્લીન’ રોડ પ્રોજેકટનો પશ્ચિમ ઝોનના આઇઆઇએમ રોડથી પ્રારંભ કરાશે તેવું જાણવા મળ્યું છે. દેશભરમાં પ્રતિષ્ઠિત આઇઆઇએમ કેમ્પસને સાંકળતો આઇઆઇએમ રોડ પર ખાણી-પીણીની લારી સહિતનું એક પણ પ્રકારનું દબાણ ન હોય, આ રોડ પર બારે મહિના સફાઇ જોવા મળે તેમજ ઇજનેર વિભાગ સાથેના સંકલનથી રોડ પર નળ-ગટરને લગતા પ્રશ્નો ઉદ્દભવે નહીં તેમજ પ્લાન્ટેશન કરીને તેને હરિયાળો બનાવાય તેવી મહત્ત્વની બાબતોને આવરી લેવાશે.

પ્રાથમિક તબકકામાં પશ્ચિમ ઝોનમાંથી આઇઆઇએમ રોડને નિટ એન્ડ ક્લીન બનાવાશે પરંતુ આની સાથે સાથે અન્ય ઝોનમાંથી પણ એસ્ટેટ, હેલ્થ, ઇજનેર, સોલિડ વેસ્ટ, ગાર્ડન વિભાગ સાથે સંકલન કરીને ૬૦ ફૂટ કે તેનાથી મોટા રોડને કાયમી દબાણમુક્ત અને સ્વચ્છ-સુંદર બનાવવાની કવાયત હાથ ધરાશે. જેના કારણે આગામી દિવસોમાં અમદાવાદીઓને આઇઆઇએમ રોડ ઉપરાંત ઓછામાં ઓછા છ મોટા ટીપી રોડની સ્વચ્છતા, દબાણમુક્ત ટ્રાફિક અવરજવર અને હરિયાળી જેવી બાબતો આકર્ષિત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આઇઆઇએમ રોડ પર સત્તાવાળાઓ દ્વારા સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, પાર્કિંગ વગેરેને આવતી લેતી ખાસ ડિઝાઇન તૈયાર કરીને તેની પાછળ લાખો રૂપિયાનું આંધણ કરાયું હતું. જોકે તેની ડિઝાઇન વાહનચાલકોને અનુકુળ ન આવતાં બાદમાં આ મામલે પીછેહઠ કરાઇ હતી. આ ઉપરાંત આઇઆઇએમ રોડ પરનું રાત્રી ખાણી પીણી બજાર પણ અવારનવાર વિવાદગ્રસ્ત બન્યું છે. ખાણી પીણીની લારીઓને હટાવ્યા બાદ ફરીથી તેનો રાફડો થઇ જતો હોઇ પશ્ચિમ ઝોનનો એસ્ટેટ વિભાગ પણ ચર્ચાસ્પદ બનતો રહ્યો છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago