IIM બ્રિજ નીચેની અા સરસ જગ્યા ખંડેર જેવી બની ગઈ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇઆઇએમ પાસે બ્રિજ બનાવવામાં આવેલો છે તેની નીચે ખાલી પડેલી જગ્યા આઈઆઈએમના વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદ બાળકોને ભણાવવા માટે કોર્પોરેશન પાસે માગી હતી. ત્યાર બાદ આઇઆઇએમ દ્વારા બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યામાં બાળકો માટે વર્ગ બનાવાયા છે, પરંતુ બ્રિજની બંને બાજુ પૈકી એક બાજુનો જ ઉપયોગ થતાં બીજી બાજુનાે હોલ ગંદકી તેમજ બિસમાર હાલતમાં જોવા મળે છે.

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આઇઆઇએમના વિદ્યાર્થીઓ તેમજ આઇઆઇએમ કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે ઓવરબ્રિજ નીચે રહેલી જગ્યામાં આઇઆઇએમના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગો બનાવવામાં આવ્યા છે, જેનો આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવા માટે ખાસ ઉપયોગ થાય છે, પરંતુ આ બ્રિજની બન્ને બાજુ આઇઆઇએમ દ્વારા સરસ ડિઝાઇનથી વર્ગો તૈયાર કરવામાં આવ્યા છે.

અા રોડના બ્રિજ પાસે એક છેડે તો આઇઆઇએમના વિદ્યાર્થીઓ દ્વારા સ્માઈલ પ્રોજેક્ટ ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ દરરોજ બપોરના અઢીથી ત્રણ કલાક અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે બીજી બાજુ વસ્ત્રાપુર રોડ અને બ્રિજ નીચે બનાવેલ હોલ હાલ તૂટેલી હાલતમાં છે તેમજ તેની અંદર અસહ્ય દુર્ગંધ મારે છે. અહીં બ્રિજ બન્યા પછી આઇઆઇએમના વિદ્યાર્થીઓ બંને પૈકી એક બાજુનો જ ઉપયોગ કરી રહ્યા છે જયારે બીજી બાજુનો કોઈ ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી અમુક આવારાં તત્વો આનો ખોટો ઉપયોગ કરી રહ્યાંં છે

આઇઆઇએમબ્રિજ નીચે હોલની ચારે બાજુના કાચ તૂટી ગયા છે તેમજ હોલની અંદર ગંદકી જોવા મળે છે અને આ ગંદકીના કારણે દુર્ગંધ મારે છે ત્યારે આઇઆઇએમ દ્વારા અહીં આ હોલની કોઈ જાળવણી રાખવામાં આવતી નથી. આ હોઇ બાળકોના ઉપયોગ માટે બનાવામાં આવ્યો હતો, પરંતુ તેને ઉપયોગમાં લેવામાં આવતો નથી, જેથી તે ખૂબ ખરાબ હાલતમાં જોવા મળે છે. આમ, કોર્પોરેશન કે આઇઆઇએમ દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી દાખવામાં આવતી નથી.

You might also like