હવે IIM-Ahmedabadમાંથી ઓનલાઈન MBA પણ કરી શકાશે

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદમાંથી પોસ્ટ ગ્રેજ્યૂએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ કરવાની ઇચ્છા ધરાવતા લોકો પરંતુ નોકરીને કારણે એનાથી વંચિત રહી ગયેલા લોકો માટે ખુશખબર છે. આ સંસ્થાએ પોતાનાં ઓનલાઇન દ્વાર ખોલ્યાં છે.

સંસ્થાના વડા પ્રોફેસર આશીષ નંદાએ જૂન-2017માં બે વર્ષીય ઇ-પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. કોઈપણ પ્રવાહમાં 55 ટકા મેળવનારા સ્નાતક માટે આ ત્રણ વર્ષનો વર્ક એક્સીપરિન્સ વાળો વર્કિંગ એક્ઝિક્યૂટીવ અને આંત્ર્પેન્યોરની અરજી કરી શકે છે, પરંતુ તેઓને પ્રવેશ મેળવવા માટે કોમન એડમીશન ટેસ્ટ (કેટ), જીમેટ અને આ કોર્સ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

જોકે આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રન્ટ્સ એક્ઝામ પાસ કરવી જરૂરી છે. કોર્સની બંને વર્ષોની ફી 17 લાખ રૂપિયા અને ટેક્સ અલગથી છે. હાલમાં સીટની સંખ્યા નક્કી કરવામાં આવી નથી. સંસ્થાએ હ્યુઝ ગ્લોબલ એજ્યુકેશન કંપની સાથે મળીને ઈ-પીજીપી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. એમાં શિક્ષણની ગુણવત્તા અને પ્રેવશ મેળવવાના ધોરણોમાં કોઈ સમજૂતી નથી કરવામાં આવી.

એવા પ્રકારનો ઓનલાઇન કોર્સમાં આઈઆઈએમે ડિસ્ટન્સ લર્નિંગ મોડની સુવિધા આપી છે જેમાં બે વર્ષનો ઇ-પીજીપી કોર્સ શરૂ કર્યો છે. સંસ્થાના કોલકાતા અને બેંગાલુરુમાં પણ આ પ્રકારના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ ચાલી રહ્યા છે.

You might also like