અાઈફામાં બાજીરાવ મસ્તાનીને અાઠ નોમિનેશન

મુંબઈ: સ્પેનની રાજધાની મેડ્રિડમાં યોજાનાર ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (અાઈફા) એવાર્ડ્સ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા અા સમારંભ દરમિયાન અભિનેતા-અભિનેત્રીઅો રંગારંગ કાર્યક્રમો રજૂ કરશે.

અા વર્ષે અાઈફા અેવોર્ડ સમારંભની ૨૭મી અાવૃત્તી છે. છેલ્લા ઘણા વર્ષેમાં તે દુનિયાના ઘણા ભાગોમાં થઈ ચૂક્યો છે. અા વર્ષે બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર, સંજય દત્ત, રણવીરસિંહ, સબાના અાઝમી, જાવેદ અખ્તર, જેકી શ્રોફ, રાકેશ અોમપ્રકાશ મહેરા, કબીર ખાન, બિપાશા બાસુ, હુમા કુરેશી, વિવેક અોબેરોય, રીચા ચઢ્ઢા, ભારતીય મૂળની હોલિવૂડ અભિનેત્રી ફ્રેડા પિન્ટો પણ સામેલ થશે. અા વર્ષે સંજય લીલા ભણસાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એક્ટર સહિતના અાઠ નોમિનેશન મળ્યા છે.

ત્યારબાદ સલમાન ખાનની સુપર હિટ બજરંગી ભાઈજાનને સાત નોમિનેશન મળ્યા છે. અભિનેત્રી શ્રીદેવીને અાઈફા એવોર્ડ ફોર અાઉટ સ્ટેન્ડીંગ એવિચમેન્ટ માટે પસંદ કરવામાં અાવી. અાઈફા એવોર્ડ સમારંભમાં સોનાક્ષી સિંહા, ઋત્વિક રોશન, સલમાન ખાન, ટાઈગર શ્રોફ ઉપરાંત પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ કાર્યક્રમના મુખ્ય અાકર્ષણો હશે. અેવોર્ડ સમારંભનું સંચાલન ફરહાન અખ્તર અને શાહીદ કપૂર કરશે. સમારંભ દરમિયાનની કોરિયોગ્રાફી શ્યામક દાવર કરશે. સાથે સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી યોગના વિશેષ સત્રનું અાયોજન પણ કરશે. ત્રણ દિવસ સુધી ચાલનારા અા સમારંભમાં ગ્લોબલ બિઝનેસ ફોરમનું અાયોજન પણ હશે. તેમાં પર્યાવરણની પણ ચર્ચા કરાશે.

You might also like