ઈહાના ઢિલ્લો ‘હેટ સ્ટોરી-4’ માં આપશે બોલ્ડ સીન

ઈરોટિક થ્રિલર સિરીઝ ‘હેટ સ્ટોરી’ના ત્રણ ભાગની સફળતા બાદ તેના ચોથા ભાગની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. ઉર્વશી રૌતેલા ઉપરાંત ઇહાના ઢિલ્લો પણ આ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પંજાબી ફિલ્મોની જાણીતી અને સુંદર અભિનેત્રી ઇહાના ‘ડેડી કૂલ મુંડે કૂલ’ અને ‘ટાઇગર’ જેવી પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

‘હેટ સ્ટોરી’ના પહેલા ભાગને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કર્યો હતો. તે ફિલ્મ દ્વારા બંગાળી અભિનેત્રી પાઉલી ડામે બોલિવૂડમાં ડેબ્યૂ કરીને હંગામો મચાવ્યો હતો. ૨૦૧૪માં આવેલી વિશાલ પંડ્યા નિર્દેશિત આ સિરીઝની બીજી ફિલ્મમાં પંજાબી અને સાઉથની ફિલ્મોની અભિનેત્રી સુરવિન ચાવલાએ રાતોરાત બોલિવૂડને ચર્ચાઓમાં લાવી દીધું હતું.

બે વર્ષ પહેલાં ૨૦૧૫માં આવેલી આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં ઝરીન ખાન પહેલી વાર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેણે પણ જબરદસ્ત જલવો વિખેર્યો હતો. હવે કંઇક આવી જ અપેક્ષા ઇહાના પાસે ‘હેટ સ્ટોરી-૪’માં કરાઇ રહી છે. આ ફિલ્મ ‘હેટ સ્ટોરી-૩’ના ડિરેક્ટર વિશાલ પંડ્યા નિર્દેશિત કરી રહ્યા છે. ‘હેટ સ્ટોરી’ સિરીઝની ખાસિયત રહી છે કે અત્યાર સુધી તે મહિલાપ્રધાન રહી, તેમાં ઇન્ટિમસીની સાથે-સાથે સસ્પેન્સ અને થ્રિલરનો પણ જબરદસ્ત ડોઝ હોય છે.

ઇહાનાનું કહેવું છે કે આ ફિલ્મને લઇને તે શરૂઆતમાં થોડી ચિંતામાં હતી, પરંતુ તેની કહાણી સાંભળ્યા બાદ તેણે આ ફિલ્મ કરવા વિચાર્યું અને ‘હા’ કહી દીધી. ઇહાનાને ચિંતા ભલે ગમે તે વાતની હોય, પરંતુ જો પોતાની એક્ટિંગ અને બોલ્ડનેસના કારણે તેણે દર્શકોને પ્રભાવિત કર્યા તો તેની કરિયર બની જશે અને તે પ્રાદેશિક ફિલ્મોમાંથી નીકળી રાષ્ટ્રીય સ્તરની ફિલ્મો સુધી પહોંચી શકે છે.

You might also like