અલ્ઝાઈમર્સથી બચવું હોય તો વિટામિન ‘D’ અને ‘B’ની કમી ન થવા દો

અમેરિકાના અભ્યાસકર્તાઓએ અલ્ઝાઈમર્સ ડિસીઝ માટેનાં મજબૂત પરિબળો તરીકે સ્મોકિંગ, માથાની ઈજા અને બેઠાડું જીવન ગણાવ્યાં છે. એમાં બે નવાં પરિબળોનો પણ ઉમેરો થયો છે. વિટામિન B અને વિટામિન Dની શરીરની જરૂરિયાત નિયમિતપણે પૂરી થતી રહે એ મગજના કોષોના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે.

લોહીમાં જ્યારે હોમોસિસ્ટેઈન ઘટક વધી જાય છે ત્યારે અલ્ઝાઈમર્સ િડસીઝની સંભાવનાઓ વધે છે અને હોમોસિસ્ટેઈનનું લેવલ ઘટાડવા માટે પૂરતી માત્રામાં વિટામિન B હોવું જરૂરી છે.

નિયમિતપણે સૂર્યપ્રકાશ લેવાથી વિટામિન Dની પૂર્તિ થાય છે. આ બંને વિટામિન્સ જ્યારે પૂરતી માત્રામાં શરીરમાં હાજર હોય છે. ત્યારે મગજના કોષોનું ડેમેજ થવાની તેમ જ ચેતાતંતુઓનું કમ્યુનિકેશન ખોરવવાની સંભાવના પણ ઘટે છે.

You might also like