સર્વિસ ક્વોલિટીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ દુનિયાભરમાં નંબર વન

નવી દિલ્હી, બુધવાર
યાત્રીઓને કવોલિટી સર્વિસ આપવાની બાબતમાં દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ વર્લ્ડનું નંબર વન એરપોર્ટ પસંદ થયું છે. દર વર્ષે ચાર કરોડથી વધુ યાત્રીઓની ક્ષમતાવાળા ઇન્ટરનેશનલ એરપોર્ટની વચ્ચે થયેલા સર્વેમાં આઇજીઆઇ અવ્વલ છે.

દિલ્હી એરપોર્ટને ચલાવનારી કંપની ડાયલે જણાવ્યું કે આ સર્વેને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા કરાયો છે. એરપોર્ટ સર્વિસ કવોલિટી એવોર્ડ ર૦૧૭ માટે એસીઆઇએ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટને આ કેટેગરીમાં નંબર વનનો રેન્ક આપ્યો છે.
ડાયલનું કહેવું છે ર૦૦૬માં જ્યારે તેમણે આઇજીઆઇ એરપોર્ટને લીધું હતું ત્યારે તેનું વર્લ્ડ રેન્કિંગ ૧૦૧ હતું. હાલના સમયમાં તેમાં ઘણા બધા સુધારા કરાતાં તે આજે નંબર વનની કેટેગરીમાં પહોંચી ગયંુ છે.

ઉલ્લેખનીય છે કે ર૦૧૬માં આ એરપોર્ટ નંબર રની કેટેગરીમાં હતું. દિલ્હીનું આઇજીઆઇ એરપોર્ટ એશિયામાં સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ર૦૧૭માં આઇજીઆઇ એરપોર્ટ પર ૬૩.પ મિલિયન પેસેન્જર આવ્યા હતા.

આઈજીઆઈમાં ત્રણ રન વે અને ત્રણ ટર્મિનલ છે. ટર્મિનલ ૩ વિશ્વનું સૌથી મોટું પેસેન્સર ટર્મનલ છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાર્ષિક ૬.૪૩ કરોડ યાત્રીઓનું દબાણ છે. જ્યારે તેની ક્ષમતા ૧૦ કરોડ યાત્રીઓની છે.

વ્યસતાની બાબતમાં તે એશિયામાં ૧૦મા સ્થાને જ્યારે વિશ્વમાં ૨૧માં સ્થાને છે. એશિયામાં પહેલા સ્થાન પર ચીનનું બિજિંગ કેપિટલ એરપોર્ટ છે. જ્યારે વિશ્વમાં પહેલા સ્થાન પર જ્યોર્જિયાનું એટલાન્ટા એરપોર્ટ છે.

ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું સૌથી મોટું એરપોર્ટ છે. જ્યારે બીજા સ્થાને મુંબઈનું છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ત્રીજા સ્થાને બેંગલુરુનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવે છે. આઈજીઆઈ એરપોર્ટે વિશ્વના અન્ય મોટા એરપોર્ટ ચાંગી અને બેંગકોકને પણ પાછળ રાખી દીધા છે. આજ કારણ છે કે આઈજીઆઈ એરપોર્ટને સતત બેસ્ટ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરાય છે. કંપની સતત નવી વૈશ્વિક ટેકનોલોજીનો પ્રયોગ કરે છે.

You might also like