અનુશાસનહીન હતો તો શા માટે મને ગોલ્ડ મેડલ અપાયો : જવાનનો ચાબખો

નવી દિલ્હી : સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલ વીડિયોમાં પોતાની પીડા દર્શાવી રહેલ બીએસએફ જવાન તેજબહાદુર યાદવ હાલ રાષ્ટ્રીય મુદ્દો બની ચુક્યો છે. સોમવારે રાત્રે ગૃહમંત્રીએ રાજનાથ સિંહે ટ્વિટ કરીને યોગ્ય કાર્યવાહી કરતવા જણાવ્યું હતું. હવે બીએસએફનાં અધિકારી જવાનને શરાબી અને અનુશાસનહીન દર્શાવી રહ્યા છે અને જવાનનાં સત્યને ખોટુ સાબિત કરી રહ્યા છે.

જવાને પોતાનાં કેરિયર પર ઉઠાવાયેલા સવાલોનાં જવાબમાં એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે આરોપ લગાવનારાને પુછવામાં આવે કે જો હું એટલો જ ખોટો હતો તો શા માટે તેને એવોર્ડ આપવામાં આવ્યા. તેજ બહાદુરી જણાવ્યું કે તેમને 16 વખત સન્માનિત કરવામાં આવી ચુક્યા છે અને એકવખત તેમને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવી ચુક્યો છે.

બીએસએફનાં આઇજીએ જણાવ્યું કે યાદવ પર કેટલાક કિસ્સાઓમાં અનુશાસનાત્મક કાર્યવાહી થઇ છે.તેને 2010માં કોર્ટ માર્શલની સજા થઇ હતી જો કે તેના પરિવારીક સ્ટેટસ જોતા તેના પર દયા દેખાડાઇ હતી. ડીઆઇજી લેવલનાં અધિકારીઓ અનેક વખત કેમ્પની મુલાકાત લઇ ચુક્યા છે પરંતુ આ પ્રકારની કોઇ ફરિયાદ હજી સુધી થઇ નથી.

You might also like