શેરબજારમાં અચ્છે દિન : સેંન્સેક્સમાં 486 પોઇન્ટનો ઉછાળો

મુંબઇ : દેશાં શેરબજારમાં ગુરૂવારે ભારે તેજી જોવા મળી હતી. મુખ્ય સુચકાંક સેન્સેક્સ 485.51 પોઇન્ડનાં ઉછાળા સાથે 26,366.68 અને નિફ્ટી 134.75 પોઇન્ટનાં વધારા સાથે 8069.65 પર બંધ રહ્યો હતો. મુંબઇ સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)નાં 30 શેર આધારિત સંવેદી સુચકાંક સેન્સેક્સ સવારે 127.08 પોઇન્ટની તેજી સાથે 260008.25 પર ખુલ્યો અને 485.51 પોઇન્ટ અથવા 1.88 ટકા તેજીની સાથે 26366.68 પર બંધ થયો. આખો દિવસનાં કારોબારમાં સેન્સેક્સ 26398.94નાં ઉપરી અને 25941.51નાં નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.

સેન્સેક્સનાં 30માંથી 22 શેરોમાં તેજી રહી. લાર્સન એન્ટ ટુબ્રોમાં 14.04 ટકા, ભારતીય સ્ટેટ બેંકમાં 4.91 ટકા, ભેલમાં 4.73, એક્સિસ બેંક 3.35 અને ઓનજીસી 3.09 ટકાની તેજી જોવા મળી હતી. સેંસેક્સમાં ઘટાડાવાળા શેરોમાં મુખ્ય સન ફાર્મા 0.87, એનટીપીસી 0.67, સિપ્લા 0.57, ગેલ 0.34 અને રિલાયન્સ 0.27નો ઘટાડો નોંધાયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનાં 50 શેર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી સવારે 39.55 પોંઇન્ડની તેજી સાથે 7974.45 પર ખુલ્યો હતો. 134.75 પોઇન્ટ અથવા 1.70 ટકા તેજી સાથે 8069.65 પર બંધ થયો હતો. આખા દિવસનાંમાં નિફ્ટી 8083નાં ઉપરી અને 7948.50નાં નિચલા સ્તર સુધી પહોંચ્યો હતો. બીએઇનાં મિડકેલ અને સ્મોલકેપ સૂચકાંકોમાં તેજી રહી. મિડકેલ 111.30 પોઇન્ટની તેજી સાથે 11191.27 પર અને સ્મોલકેપ 94.28 પોઇન્ટી તેજી સાથે 11048.11 પર બંધ રહ્યો હતો. બીએસઇનાં તમામ 19 સેક્ટરોમાં ઝડપી રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મોદી સરકારને બે વર્ષ પુરા થવાનાં કારણે દેશણાં ચો તરફ રંગારંગ વાતાવરણ છે. તમામ સેક્ટર્સમાં સકારાત્મકતા જોવા મળી રહી છે. જેમાં શેરબજાર પણ સકારાત્મક રહ્યું હતું. કુલ 1382 શેરોમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે 1177 શેરમાં ઘટાડો અને 188 શેરોનાં ભાવમાં કોઇ ફેરફાર થયો નહોતો.

You might also like