ટ્રેનમાં તબિયત બગડતાં ‘પ્રભુ’ને યાદ કર્યા, થોડા કલાકમાં ઇલાજ

નવી દિલ્હી: રેલવેયાત્રીઅોને માત્ર એક જ ટ્વિટ પર શક્ય તમામ મદદ અાપવા માટે જાણીતા બની ચૂકેલા રેલવે પ્રધાન સુરેશ પ્રભુઅે વધુ એક યાત્રીને મદદ કરી છે. તબિયત ખરાબ થતાં એક યાત્રીઅે રેલવે મંત્રાલયને ટ્વિટ કરીને મે‌િડકલ સહાયની વિનંતી કરી. ત્યારબાદ અાગલા સ્ટેશન પર જ એક ડોક્ટરે અાવીને દવા અાપી.
અા ઘટના રવિવાર રાતની છે, જ્યારે ગાડી નંબરઃ ૧૫૫૪ લખનૌ-છપરા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા વિપ્લવ યાદવની તબિયત અચાનક ખરાબ થઈ. ટ્રેનમાં કોઈ મદદ ન મળી શકવાના કારણે તેણે રેલવે મંત્રાલયને ફોન કરી વિનંતી કરી. થોડા સમય બાદ જ મંત્રાલય તરફથી જવાબ અાવ્યો અને વિપ્લવને અાગામી સ્ટેશન પર ડોક્ટરની જાણકારી અપાઈ.
વારાણસીના રહેવાસી વિપ્લવે જણાવ્યું કે તે લખનૌમાં રેવન્યૂ ઇન્સ્પેક્ટરની પરીક્ષા અાપવા ગયો હતો. અા દરમિયાન વરસાદમાં પલળવાના કારણે તે બીમાર પડ્યો, પરંતુ મજબૂરીની હાલતમાં તેને ટ્રેનમાં મુસાફરી કરવી પડી. તેને શરદી અને તાવ અાવ્યાં હતાં. તાવના કારણે વિપ્લવને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેણે સુરેશ પ્રભુને મદદ માટે વિનંતી કરી.
વિપ્લવનું ટ્વિટ મળતાં રેલવે મંત્રાલયે લખનૌ ડીઅારએમને સૂચના અાપી અને થોડા સમય બાદ ડીઅારએમ અનિલકુમાર લાહોટીઅે િવપ્લવને ટ્વિટ કરીને જોનપુર સ્ટેશન પર મે‌િડકલ સારવાર મળવાની જાણકારી અાપી. ટ્રેન જોનપુર સ્ટેશન પહોંચી, તરત જ ડોક્ટરે તેને દવા અાપી. રેલવે મંત્રાલયની ઝડપી કાર્યવાહી માટે િવપ્લવે લખનૌ ડીઅારએમ, રેલવે મંત્રાલય અને સુરેશ પ્રભુનો અાભાર માન્યો.

You might also like