ચોમાસામાં લગ્ન કરવા જઇ રહ્યા છો તો જરૂરથી વાંચો

શું તમે ચોમાસામાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમને ડર છે કે વરસાદ તમારા લગ્નની મજા બગાડી દે નહીં. તો એના માટે તમે પહેલાથી પૂરી તૈયારી કરી
લો.

આવું કરો-

1. તમારા પ્રી વેડિંગ સમારોહને જોરદાર બનાવવા માટે ડાન્સ પાર્ટીનું આયોજન કરો.

2. વરસાદમાં બેસવાની વ્યવસ્થા કરવી મુશ્કેલી બની જાય છે, બીન બેન્ગ સીટિંગ વધારે સારી છે.

3. શણગાર કરવા માટે નિયોન્સ, ફૂલો વાળા ડ્રેપ્સ અને રિબીનનો ઉપયોગ કરો.

4. વરસાદમાં લગ્ન કરવા જઇ રહ્યા છો, તો તમારા આમંત્રણ પત્રિકાથી લઇને જમવા સુધીમાં વરસાદની થીમનો ઉપયોગ કરો.

5. વરસાદની સિઝનમાં તમારે તાજગી ભર્યા કલર પહેરવા જોઇએ. આ સિઝન માટે પીચ, ગુલાબી, લાલ રંગ યોગ્ય છે.

6. તમારા મિત્રોને વરસાદ દરમિયાન સેલફોન અને અન્ય ચીજો રાખવા માટે અસુવિધા પડે નહી, તેના માટે તમે વોટરપ્રૂફ બેગ્સનો ઉપયોગ કરો.

7. તમારા લગ્ન બેંકવેન્ટ હોલમાં કરતા નહોય, તો વરસાદથી બચવાની સુવિધા કરી લો.

8. મેકઅપમાં હલ્કો ફાઉન્ડેશનનો પ્રયોગ કરો.

9. વરસાદની સિઝનમાં હીલ્સનો ઉપયોગ કરશો નહીં, તેની જગ્યાએ ફૂલો વાળી મોજડીઓનો ઉપયોગ કરો.

10.મહેંદી માટે બારે ફૂલો વાળા આભૂષણોની જગ્યાએ ગોટાના આભૂષણોનો ઉપયોગ કરો.

You might also like