જીવનસાથી તમારી કદર નહીં કરે તો તેની અસર ઊંઘ પર થશે

શું તમને સતત એવું લાગ્યા કરે છે કે તમારા જીવનસાથી તમને સમજતા નથી. તમે જે કરો છો તેની કોઈ કદર નથી. જો સંબંધોમાં પરસ્પર માટેની કાળજી અને સમજણનો અભાવ હશે તો તમારી ઊંઘવાની પેટર્ન અને ક્વોલિટી પર તેની અસર થશે.

ટર્કીની મિડલ ઈસ્ટ ટેક્નિકલ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે જો પાર્ટનર વચ્ચે એક મિનિટ માટે કદરની ભાવના હોય તો સંબંધોમાં ઓછી એન્ગઝાઈટી અનુભવાય છે. જેને કારણે ઊંઘની ક્વોલિટી પણ પર અસર થાય છે. રાતના સમયે પૂરતી ઊંઘ મળે તે શારીરિક સ્વાસ્થ્ય કથળતું અટકાવવા જરૂરી છે.

માણસોમાં સૌથી સ્ટ્રોંગ લાગણી જીવનસાથી તરફથી સલામતીની હોય છે. જો તમને તેમાં સલામતીનો અહેસાસ થાય તો તમે સારી રીતે ઊંઘી શકો છો.

You might also like