દરિયાની વચ્ચોવચ્ચ લગ્ન કરવાની ઈચ્છા હોય તો માલદિવ્ઝમાં જજો

લગ્નોત્સુકો ઘણી વાર અત્યંત યાદગાર બની જાય તે રીતે લગ્ન કરવા ક્રેઝી હોય છે. તો આવા લોકો માટે એક અનોખી જગ્યા શરૂ થઈ છે. જો તમને તમારા લગ્ન યાદગાર બનાવવા દરિયાની વચ્ચોવચ્ચ લગ્ન કરવાની ઈચ્છા હોય તો માલદિવ્ઝ પહોંચી જજો. માલદીવ્ઝના ફોર સિઝન્સ રિસોર્ટમાં તાજેતરમાં અનોખું વોકિંગ પેવિલિયન ખુલ્લું મકાયુ છે. ટાપુના હિંદ મહાસાગરમાં કિનારાથી ખાસ્સે દૂર આવેલાં પેવેલિયન પર પહોંચવા માટે બોટ વાપરવી પડે છે.

વેડિંગ માટેનો અનોખો હોલ એકદમ હલકોફૂલકો છે. એમાં સેન્ટરનો ભાગ પારદર્શક કાચનો છે. જેથી લગ્નનાં વચનો લેતી વખતે નીચે વહેતાે દરિયો અને એમાંની માછલીઓ સુદ્ધાં જોઈ શકાય છે. અલબત્ત, આ હોલ ઘણો નાનો છે અને ચારે તરફથી કાચની દીવાલોથી બનેલો હોવોથી મનોરમ્ય કુદરતી દૃશ્ય જોઈ શકાય તેમ છે. માત્ર ૪૮૫ સ્કવેર ફૂટનો રૂમ હલકો હોવાથી પંદરથી વીસ જાનૈયાઓથી વધુને ખમી શકે એમ નથી.

You might also like