ફોનની જરૂરી વસ્તુઓથી બાળકોથી સુરક્ષિત રાખવી હોય તો આ એપ વાપરો

ફોનમાં કેટલાક દસ્તાવેજ, પિક્ચર્સ અને કોન્ટેક્સ એવા હોય છે કે જેના ડીલીટ થઈ જવાથી સાથે સાથે શેર થવાથી આફત આવી પડતી હોય છે. દાખલા તરીકે, જો તમારા બાળકો તમારો ફોન વાપરતા વાપરતા કોઈનો કોન્ટેક્ટ નંબર ડીલીટ કરી દે તો આવી બને.

આનાથી બચાવા માટે Kids Place – Parental Control નો સહારો લઈ શકો છો. આ એપ પેરેન્ટ્સ કંટ્રોલ અને ચાઇલ્ડ લોક સાથે આવે છે, જે તમારા ફોનમાં રહેલા ડેટાને સુરક્ષિત રાખવાની સાથે સાથે બાળકોને એપનો ઉપયોગ કરવાથી પણ રોકે છે. આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમે બાળકોને જે એપ્લીકેશન વાપરવાની પરવાનગી આપશો એ જ એપ તેઓ વાપરી શકશે.

તમારે બાળકોથી અમુક વસ્તુઓ દુર રાખવી હોય તમારા ફોનમાં તો તમારે અમુક એપ્લિકેશનનું લિસ્ટ બનાવવું પડે છે, જેના ઉપયોગની પરવાનગી તમારા બાળકોને આપવા ચાહો છો. ત્યાર પછી જ્યારે બાળકો ફોનનો ઉપયોગ કરશે તો માત્ર એ જ એપ તેઓને દેખાશે, જેની પરવાનગી તમે આપી છે. એનાથી કોલિંગનું ફિચર પણ રોકી શકાય છે. એમાં ટાઇમર વિકલ્પ છે જે અમુસ સમય સુધી ફોનને આપો આપ લોક કરી દે છે.

You might also like