નિષ્ણાંતોના મતે આ છે ‘પનીર’ ખાવાનો સાચો સમય…

શું તમને મોડી રાતે બહુ ભૂખ લાગે છે? રાતે ખાવાના કારણે વજન વધી જાય છે? તો તમારે પ્રોટીનથી ભરપૂર નાસ્તા તરફ વળવું જોઇએ. અમેરિકાની ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે રાતના પથારીમાં પડવાની ૩૦ મિનિટ પહેલાં ૩૦ ગ્રામ પ્રોટીન ખાવાથી ઓવરઓલ હેલ્થ સુધરે છે.

મુખ્યત્વે મસલ્સની ક્વોલિટીમાં સુધારો થવો, ચયાપચયની ગતિ વધવી અને વજનમાં ઘટાડો થવો જેવા ફાયદા થાય છે. ન્યુટ્રિશન નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ વીસીમાં પ્રવેશેલી યુવતીઓને રાતે સૂવાના અડધાથી એક કલાક પહેલાં પનીરનાં સેમ્પલ્સ ખાવા આપ્યાં હતાં.

સ્ટડીમાં ઊંઘતાં પહેલાંનાં સપ્લિમેન્ટ્સ તરીકે પ્રોટીન હેલ્ધી ગણાયું હતું, જોકે એ માટે માત્ર સપ્લિમેન્ટ્સ કે શેક જ લેવાની જરૂર નથી. પનીર જેવી પ્રોટીન-રીચ આઇટમ થોડીક માત્રામાં લેવામાં આવે તો એનાથી પણ એટલો જ ફાયદો થાય છે.

You might also like