પેટ ઝડપથી ઘટાડવું હોય તો આટલું ધ્યાન રાખો

આજકાલ મોટા ભાગના લોકો વજન અને ખાસ કરીને પેટ વધવાની સમસ્યાથી પરેશાન છે. તેનાં ઘણાં કારણો છે. દિવસભર ઓફિસમાં બેસી રહેવું અને ‌બીઝી લાઇફસ્ટાઇલના લીધે કસરતનો સમય ન મળવો. પરિણામ એ આવે છે કે વ્ય‌િક્તની પેટની ચરબી વધી જાય છે. જમતી વખતે વચ્ચે એકાદ ઘૂંટડો પાણી પીતા રહો.

આમ કરવાથી તમે વધુ ખાવાથી બચી જશો. જો આ પાણી હૂંફાળુ હોય તો વધુ સારું રહેશે. થોડું થોડું જમો. ક્યારેય ખોરાક એકસાથે ન લેવો. તેનાથી શરીરનું મેટાબોલિઝમ સારું રહેશે અને વજન ઘટાડવામાં તેમજ પેટની ચરબી ઘટાડવામાં મદદ મળશે.

એવું કહેવાય છે કે કસરત સૌથી ઝડપથી પેટ ઘટાડવામાં મદદ કરે છે. ક્રંચ કસરત કરો, તેમાં સીધા સૂૂઇ જાવ પછી માથાની નીચે બે હાથ રાખીને થોડા ઉપર થાવ અને બંને પગને ઘૂંટણ સુધી વાળો, પછી સીધા કરો. વાત વજન કે પેટ ઘટાડવાની આવે તો મધને કેમ ભૂલી શકાય, તેમાં પ્રોટીન, પાણી, એનર્જી અને ફાઇબર હોય છે, તેમાં શુગર તેમજ કેટલાંય વિટા‌િમન અને મિનરલ્સ હોય છે. વજન ઘટાડવા માટે મધને હૂંફાળા પાણીમાં નાખી રોજ ખાલી પેટ પીઓ. તેનાથી શરીરમાં જમા થયેલી ફેટ ગતિશીલ થાય છે અને એક જગ્યાએ એકઠી થતી નથી.

You might also like