ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો હતો અને જાણ્યું કે ચહેરા પર જે ભાવ દેખાય છે વ્યક્તિ તે જ અનુભવે છે. તે આમ કરવા માટે પ્રેરાય છે.

અમેરિકાની ટેનીસી યુનિવર્સિટીમાં થયેલા સંશોધન મુજબ જ્યારે વ્યક્તિ પ્રસન્ન હોય છે ત્યારે તે બીજાને પણ ખુશ રાખે છે તે જ્યારે ગુસ્સે થાય છે ત્યારે બીજાને પણ ગુસ્સો અપાવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે જયારે વ્યક્તિ પરેશાન દેખાય છે તો તે ખુબજ ઉદાસ થઈ જાય છે, પરંતુ સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિને કન્ટ્રોલ કરવામાં આ વાત અસરકારક નથી.

સંશોધક નિકોલસ કોલ્સના જણાવ્યા મુજબ પરંપરાગત સમજદારી કહે છે કે જો આપણે હસીશું તો થોડા વધુ ખુશ રહી શકીશું. હસવા દરમિયાન શરીર અને મગજ અરસપરસ જોડાય છે અને ભાવનાઓ અનુભવાય છે. ચહેરા પર આવતા ભાવોને લઈને હજુ રિસર્ચ જારી છે, પરંતુ અત્યાર સુધી આવેલા પરિણામોનાં આધારે આપણે આપણી ભાવનાઓને સમજવા તેની નજીક પહોંચી ચૂક્યા છે.

You might also like