તમારે વજન ઉતારવું છે, તો નહીં કોઈ ડાયટ કે કસરત, બસ આ ટ્રીક અપનાવો અને….

મોટાભાગના લોકો ડાયટ, એક્સરસાઈઝ અને યોગની મદદથી વધતા વજનને કન્ટ્રોલમાં રાખે છે, પરંતુ વજન ઓછું કરવાની એક્યુપ્રેશર ટેકનિક પણ તમે વાપરી શકો છો. આ ટેકનિક પ્રમાણે તમારે બૉડીમાં કેટલાક પાર્ટ્સ જ દબાવવાના છે.

આ બૉડી પાર્ટ્સને દબાવતાં જ તમારી ભૂખ કન્ટ્રોલ થશે, જેનાથી વજન ઘટાડવામાં મદદ થશે. તો, આવો જાણીએ વજન ઘટાડવામાં ઉપયોગી થાય તેવા આ 5 પોઈન્ટ્સ વિશે. જો કે તમે ઈચ્છો તો એક્યુપ્રેશર ડૉક્ટરની મદદ પણ લઈ શકો છો.

1) કાનની પાસે
કાનની પાસે આવેલ માંસપેશીને 3 મિનિટ સુધી દબાવી રાખો. આવું રેગ્યુલર કરવાથી તમારી ભૂખ કન્ટ્રોલ થશે. જેનાથી વજન ઘટાડવામાં મદદરૂપ થવાશે.

2) ઘૂંટણની નીચે
પગના ઘૂંટણની નીચેના ભાગે જ્યાં હાડકું નથી હોતું, ત્યાં આંગળી અને અંગૂઠાની મદદથી દબાવો. રોજ 1 મિનિટ સુધી નિયમિત આવું કરતા રહો. જેનાથી ડાયજેસ્ટ કરવામાં સરળતા રહેશે અને વજન કન્ટ્રોલ થશે.

3) હથેળીના ભાગે
બંને હથેળીઓમાં અંગૂઠાની પાસે સહેજ ટેકરાવાળો ભાગ હોય છે, જ્યાં તમે 2 મિનિટ સુધી દબાવી રાખો. આવું જ પગના ભાગે પણ કરી શકાય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

4) નાભિથી નીચે
પોતાની નાભિથી નીચેના પેટ પરના પોઈન્ટસને માત્ર બે-બે આંગળીઓથી પ્રેશર આપો. જેના બાદ એક આંગળીથી હાડકાને 1 મિનિટ સુધી દબાવી રાખવું. આવું નિયમિત કરવાથી ડાયજેસ્ટ સિસ્ટમ સરળ થઈ જશે અને વજન પણ ઘટશે.

5) કોણીના ભાગેથી
એક હાથને વાળી કોણીના ભાગે જ્યાં કરચલી પડતી હોય ત્યાં બીજા હાથની આંગળીઓની મદદથી દબાવો. આવું 5 મિનિટ સુધી કરવાથી વજન ઘટવામાં મદદરૂપ થશે. આવું બંને હાથની કોણી પર કરી શકો છો.

You might also like