જો તમે નિયમિત રીતે આનો કરતા હશો ઉપયોગ, તો તમને ડાયાબિટીસનું જોખમ છે વધારે

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોના અભ્યાસ મુજબ નિયમિત રીતે માઉથવોશનો વપરાશ કરનારા લોકો પર ડાયાબિટીસનું જોખમ તોળાતું હોય છે. મોઢાની દુર્ગંધ મટાડવા માટે માઉથવોશ વડે કોગળા કરવાથી અંદરના બેકટેરિયાની સાથે કેટલાક અન્ય સૂક્ષ્મ જીવાણુઓ પણ ખતમ થાય છે. એ ખતમ થતાં સૂક્ષ્મ જીવો સ્થૂળતા અને ડાયાબિટીસ સામે રક્ષણ આપનારા હોવાથી એવા વ્યાધિઓનાં જોખમો વધે છે.

સર્વેક્ષણમાં આવરી લેવામાં આવેલા દિવસમાં બે વખત માઉથવોશ વાપરનારા લોકોમાંથી પંચાવન ટકા લોકોને ત્રણ વર્ષમાં ડાયાબિટીસ થવાનું કે બ્લડસુગરના લેવલમાં ખતરનાક વૃદ્ધિનું જોખમ રહે છે. શરીરની સ્થિતિ-મેટાબોલિઝમ જાળવવા, એનર્જીના બેલેન્સિંગમાં તથા બ્લડસુગરનું લેવલ જાળવવાની બાબતમાં નાઈટ્રિક ઓક્સાઈડની મહત્ત્વની ભૂમિકા હોય છે. શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડ પેદા કરતા સૂક્ષ્મ જીવાણુઓને માઉથવોશ ખતમ કરતું હોવાથી ડાયાબિટીસનું જોખમ વધતું હોવાનું સંશોધનમાં નોંધવામાં આવ્યું હતું.

You might also like