જો છીંકને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો થશે આ નુકસાન…

છીંક આવતી હોય અને જો તમે પોતાનું નાક અને મોં બંધ કરી છીંકને રોકવાનો પ્રયાસ કરશો તો તમારા જીવન માટે ઘાતક બની શકે છે. તબીબો દ્વારા આ સંબંધે ચેતાવણી આપી છે. શું છે તેનું કારણ જાણો…

એક વ્યક્તિને થોડા દિવસ પહેલા છીંક રોકવાની કોશિષ કરતાં ઘાયલ થઇ ગયો છે. પોતાનું નાક અને મોં બંધ કરીને છીંક રોકવાનો પ્રયાસ કરતાં તેના ગળામાં ઇન્ફેકશન થઇ ગયુ અને ત્યારબાદ ગળું સુકાઇ ગયું હતું. જો કે છીંક રોકવાનો પ્રયાસ કર્યા બાદ થોડા સમય પછી ગળામાં દુખાવાની ફરિયાદ બાદ તેનો અવાજ બંધ થઇ ગયો હતો. ત્યારબાદ તબીબો દ્વારા તેનો ઇલાજ કરવામાં આવ્યો. આમ તબીબના જણાવ્યા અનુસાર નાક અને મોં બંધ કરી છીંક રોકવાની ક્યારેય કોશિષ કરવી નહીં.

ખરેખર, જ્યારે આપણને છીંક આવતી હોય ત્યારે 80 કીમી પ્રતિ કલાકની ઝડપથી હવા આપણા શરીરમાંથી બહાર આવતી હોય છે. જો તમે આ હવાના પ્રેશરને રોકવાની કોશિષ કરવામાં આવશે તો છીંક સાથે નીકળતી હવા તમારા શરીરમાં ફસાયેલી રહેશે અને તમારા શરીરને ઘણું નુકસાન થશે.

એક તબીબના અનુસાર છીંક તમારા શરીરને શારીરિક રીતે એટલું નુકસાન પહોંચાડે છે જેટલું ગળામાં ગોળી વાગતાં જખમ થાય છે. એટલું જ નહીં, છીંકને જો જબરદસ્તીથી રોકવાની કોશિષ કરવામાં આવશે તો ફેફસાને નુકસાન પહોંચી શકે છે.

શરીરમાં છીંક આવવાનો મુખ્ય હેતું છે કે તમારા શરીરમાંથી કોઇપણ રીતે વાઇરસ અને બેકટેરીયાને શરીરમાંથી બહાર કાઢવાનો છે. એવામાં જો તમે તેને રોકવાનો પ્રયત્ન કરો છો તો તે તમારા શરીર માટે ખૂબ નુકસાનકારક છે.

You might also like