ટ્રેનમાં મુસાફરી કરશો તો લાગશે કે પ્લેનમાં બેઠા છો

મુંબઈ: મુંબઈ અને ગોવા વચ્ચે જૂનથી અત્યાધુનિક સુવિધાઓ સાથે નવી પ્રિમિયર ટ્રેન સર્વિસ શરૂ થશે. ૨૦ કોચની તેજસ એક્સપ્રેસમાં ઓટોમેટિક દરવાજા હશે. તમામ કોચ માટે સલામત ગેંગ વે હશે. આ ટ્રેનના દરેક કોચમાં ટી અને કોફી વેન્ડિંગ મશીનો સાથે વ્યક્તિગત એલસીડી સ્ક્રીન હશે. આ ટ્રેનમાં પ્રવાસ કરનારા પેસેન્જર્સ સિલિબ્રિટી શેફે તૈયાર કરેલી વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે.

તેજસ એક્સપ્રેસ શરૂ કરવાનું વચન બજેટમાં આપવામાં આવ્યું હતું અને મુંબઈ-ગોવા રૂટ પર શરૂઆત પછી તેજસ એક્સપ્રેસ દિલ્હી-ચંડીગઢ રૂટ પર પણ તૈયાર કરવામાં આવશે. તેજસ એક્સપ્રેસ પ્રિમિયર ક્લાસની ટ્રેન હોવાથી તેમાં ટી-કોફી વેન્ડિંગ મશીનો, મેગેઝિન અને સ્નેક્સ જેવી સુવિધા હશે. રાજધાની અને શતાબ્દી ટ્રેનોની જેમ કેટેરિંગ સર્વિસનો ચાર્જ ટિકિટ ભાડાનો હિસ્સો હશે. આ ટ્રેનમાં વાઈફાઈની સુવિધા અને ટોઈલેટ એન્ગેજમેન્ટ બોર્ડસ હશે. બાયોવેક્યુમ ટોઈલટમાં વોટર લેવલ ઈન્ડિકેટર્સ, સેન્સરાઈઝ્ડ નળ અને હેન્ડ ડાયર હશે.

મનોરંજનના હેતુ સર એલસીડી સ્ક્રીનનો ઉપયોગ પ્રવાસીઓ વિશે માહિતી અને સલામતીની સૂચનાના પ્રસાર માટે પણ કરવામાં આવશે. આ ટ્રેનના કોચમાં ઈન્ટિગ્રેટેડ બ્રેઈલ ડિસ્પ્લે, ડિઝિટલ ડેસ્ટિનેશન બોર્ડસ અને ઈલેક્ટ્રોનિક પેસેન્જર્સ રિઝર્વેશન ચાર્ટસ પણ હશે. એક્ટિક્યુટિવ ક્લાસ અને ચેર ક્લાસ ધરાવતી તેજસ એક્સપ્રેસ ૨૨ નવા ફ્યુચર્સથી સજજ હશે.જેમાં ફાયર તથા સ્નોપ ડિટેકશન, સેપ્રેશન સિસ્ટમ અને સુંદર આંતરિક સજાવટ હશે. આ ટ્રેનની મુસાફરી પેસેન્જર્સ માટે આરામદાયક બની રહેશે.

http://sambhaavnews.com/

You might also like