શું તમને Smoking કે Alcohol પીવાની છે આદત, તો થશે આ નુકસાન

સ્મોકિંગથી ઓરલ હાઈજિન બગડે છે અને એ દાંત માટે નુકાસનકારક છે. એનાથી રિયલ દાંત જલદી નબળા પડે છે. આલ્કોહોલ પીનારા લોકોમાં પણ દાંતની ઉપરનું ઈનેમલનું આવરણ ઘસાઈને સડો તેમ જ સેન્સિટિવિટી થવાની સંભાવના વધે છે. જોકે વાત માત્ર આટલેથી જ નથી અટકતી. જો તમે સડેલા દાંતને બચાવવા માટે એમાં ફિલિંગ કરાવ્યું હશે તો સ્મોકિંગ અને ડ્રિન્કિંગથી એને પણ નુકસાન થશે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના રિસર્ચરોનું કહેવું છે કે સ્મોકર્સ અને ડ્રિન્કર્સનાં ડેન્ટલ ફિલિંગ બે વર્ષથી અંદર જ બગડી જાય છે. દારૂ પીનારા લોકો કરતાં સ્મોકિંગ કરનારા લોકોમાં દાંતનું કરેલું પૂરણ વધુ જલદી બગડે છે. અભ્યાસકર્તાઓએ એ પણ નોંધ્યું છે કે અમુક ચોક્કસ જનીનમાં ગરબડ હોય તો પણ મેટ્રિક્સ મેટલોપ્રોટીનેઝ નામનું એન્ઝાઈમ દાંતમાં સ્રવે છે જેને કારણે દાંતનું સ્વાસ્થ્ય જોખમાય છે.

You might also like