આખી રાત ઊંઘમાં પડખાં બદલવાં પડે તો એ ગંભીર બીમારીનો સંકેત

ઘણા લોકોને રાતના ઊંઘ આવતી નથી અને તેથી તેમને પડખાં ફેરવવાં પડે છે. પણ ડોકટરોના કહેવા મુજબ આ શરીરમાં કોઇ રોગનો સંકેત આપે છે. જે લોકોને રાતે ઊંઘતી વખતે લાંબા શ્વાસ લેવા પડે છે તેમને ઊંઘને સંબંધિત સ્લિપ એપ્નિયાની બીમારી હોઇ શકે છે.

આવા લોકોની દિનચર્યા બરાબર હોતી નથી. જે લોકો રાતે બે કરતાં વધારે વાર ટોઇલેટ જાય છે. તેમને ડાયાબિટિસ હોઇ શકે છે. શરીરમાં જ્યારે શુગર વધી જાય છે ત્યારે એ પેશાબ દ્વારા બહાર નીકળે છે.

રાતે જે લોકો પડખાં ફેરવે છે અને ઊંઘવાનો પ્રયાસ કરે છે તેમને ઓવર એક્ટિવ થાઇરોઇડની સમસ્યા હોઇ શકે છે. ઊંઘમાંથી અચાનક ઊઠી જનારા લોકો એકદમ રેસ્ટલેસ હોય છે અને તેમને મસ્તિષ્કને લગતી બીમારી થવાનો સંકેત છે.

You might also like