હાડકાં મજબૂત જોઇતાં હોય તો યંગએજમાં કસરત કરી લો

નવી દિલ્હી : હાડકાં નબળાં પડવાની તકલીફ માત્ર સ્ત્રીઓમાં જ હોય એવું નથી. પુરૂષોમાં પણ મિડલએજ પછી હાડકાં નબળાં પડવાનું પ્રમાણ વધે છે. રિસર્ચરોનું કહેવું છે કે કિશોરાવસ્થા તેમ જ યુવાનીમાં જો તમે શરીરને પુરતી કસરત અને હાઇઇન્ટેન્સિટી એકસરસાઇઝ નહીં આપી હોય તો ડિમલએજ અને પ્રૌઢાવસ્થામાં હાડકાં નબળાં પડવાનું જોખમ વધી જાય છે.

માત્ર વોકિંજ નહીં, રનિંગ, જેગિંગ, ટેનિસ, બેડમિન્ટન જેવી એકસરસાઇઝ પુરૂષો માટે પણ જરૂરી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફમિસોરીના રિસર્ચરોનું કહેવું છે કે પુરબુષોમાં સ્ત્રીઓ કરતાં ઓસ્ટિઔપોરોસિસનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

જોકે જે લોકોએ યુવાનીમાં હેવી કહી શકાય એવી કસરતો નિયમિત કરી હોય એવા જ પુરૂષોને એનો ફાયદો મળે છે. જુવાનીમાં બેઠાડુ જીવન ગાળનારા પુરૂષોને મિડલએજમાં હાડકાં નબળાં પડયાનું જોખમ સ્ત્રીઓ જેટલું જ હોય છે.

You might also like