મોંમાં ચાંદાં પડ્યાં હોય તો આ ટૂથપેસ્ટથી થશે ફાયદો…

ગલોફામાં ચાંદાં પડ્યાં હોય કે લાલાશ આવી ગઈ હોય તો મોડર્ન મેડિસિનમાં વિટામિન્સની ઊણપ થયાનું નિદાન થાય છે, જ્યારે મોંમાં ચાંદાં પડ્યાં હોય ત્યારે કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટ વાપરવાથી કેમિકલ્સના ઈરિટેશનના કારણે સમસ્યા વધુ વકરી શકે છે, જોકે અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે સાદી ટૂથપેસ્ટની સરખામણીમાં કુંવારપાઠું ધરાવતી હોય એવી ટૂથપેસ્ટથી મોઢાની સ્વચ્છતા ઘણી જ સારી રહે છે.

શિકાગો યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે કુંવારપાઠાની અંદરનો ટ્રાન્સપરન્ટ જેલી જેવો ગર પેઢાંની સ્કિન તેમજ ગલોફાની સ્કિનના ઈન્ફેક્શન્સ, ચાંદાં, ઘા કે સડા જેવી તકલીફો માટે વાપરી શકાય છે.

You might also like