ખુશખબર: જો તમારે EPF એકાઉન્ટ છે તો મળશે બે ગણું લઘુત્તમ પેન્શન?

બજેટમાં પગારધારકો માટે ટેક્સમાં વધારે રાહત તો નહી મળે, પરંતુ હવે સરકારી પગારધારકો માટે મોટા પાયે રાહત આપવાની તૈયારી કરી રહી છે સરકાર. કર્મચારી પેન્શન સ્કીમ હેઠળ હાલમાં 1000 રૂપિયા સુધીનું ન્યૂનત્તમ પેન્શન મળે છે. પરંતુ જો હવે બધુ ઠીક રહેશે તો પેન્શનની આ રકમ બે ગણી થઇ શકે છે અને ઇપીએસ હેઠળ 2 હજાર રૂપિયાનું પેન્શન મળી શકે છે.

ઇપીએસ હેઠળ જો બદલાવ થાય છે તો તેનો ફાયદો 40 લાખથી પણ વધારે લોકોને મળશે. જો આમ થવાથી સરકારની તિજોરી પર 3 હજાર કરોડનો વાર્ષિક બોજ વધશે તેમ વિશ્લેષકોનું માનવું છે. આ અગાઉ કેન્દ્ર સરકારે 2014માં ઇપીએસ હેઠળ મળનારી માસિક પેન્શન રકમ એક વર્ષ માટે 1000 રૂપિયા કરી દીધી હતી.

તેના આગલા વર્ષે સરકારે તેને દર વર્ષ માટે કરી દીધું છે. શ્રમ મંત્રાલયે આ અંગે ઇપીએફઓને હિસાબ ચેક કરવા જણાવ્યું છે. ઇપીએફઓને જણાવવામાં આવ્યું છે કે જો આ અંગે નિર્ણય લેવામાં આવે છે તો તેનાથી કેટલો ખર્ચ વધશે. ઇપીએફઓ ન્યૂનત્તમ પેન્શનના વધારાને લઇને નિર્ણય લઇ શકાય છે.

ત્યારબાદ કેન્દ્ર સરકાર ઇપીએફઓના બોર્ડ ઓફ ટ્રસ્ટી સામે પોતાનો પ્રસ્તાવ રાખી શકે છે. ઇપીએફ હેઠળ પગારધારકોને બે પ્રકારની રિટાયરમેન્ટ સેવિંગ્સ સ્કીમ મળે છે. તેમાં કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952 અથવા ઇપીએફ અને કર્મચારી પેન્શન સ્કીમ 1995 અથવા ઇપીએસ છે. ઇપીએસને ઇપીએસ-95 પણ કહેવામાં આવે છે.

You might also like