જો તમારી પાસે પણ હોય Airtel અથવા BSNLનો નંબર તો થઈ જજો સાવધાન

નવી દિલ્લી: એકબીજાના સંદેશો મોકલવા માટે વપરાતું વ્હોટ્સએપ હવે નકલી મેસેજ માટે પણ જાણીતું બન્યું છે. હાલમાં વોટ્સએપ પર એક મેસેજ ફરી રહ્યો છે જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ BSNL Airtel અનલિમિટેક ફ્રી 4જી અને કોલિંગની સુવિધા આપી રહી છે. જણાવી દઈએ કે વ્હોટ્સએપ પર કેટલાક મેસેજોમાં કથિત રીતે બીએસએનએલ એ વાત પ્રચાર કરે છે કે ટેલિકોમ કંપનીઓ અનલિમિટેડ ફ્રી 4જી ડેટા અને ફ્રી વોઇસ કોલ ઉપલબ્ધ કરાવશે, જેના પર મેસેજમાં આપેલી લિન્ક પર ક્લિક કરવાથી તરત મેળવી શકાય છે.

માહિતી ચોરાઈ રહી છે
આનાથી સ્પષ્ટ થાય છે કે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી ખાનગી માહિતી ચોરાઈ રહી છે. બીએસએનએલના યુઝર્સને કથિત રીતે બીએસએનએલ પર વોટ્સએપ મેસેજ મોકલીને જણાવવામાં આવી રહ્યું છે કે તમામ 4જી એક્સપ્રેસ સિમ તમને 1 વર્ષ માટે અનલિમિટેડ ડેટા અને કોલ ફ્રીમાં મળશે.

You might also like