પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો આ બિમારી થઇ શકે છે તેમને

 

કાયમ આપણે સાંભળ્યુ હશે કે પતિ-પત્નીના ઝગડાની અસર તેમના સંબંધો પર પડે છે. સાથે જ તેની ખરાબ અસર સાથે રહેનારા બાળકો પર પણ થાય છે. હાલમાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે જે ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝગડા થતા હોય. તે લોકોને ડિમેશિયા નામની બિમારીનો ખતરો રહે છે. એક અભ્યાસ માટે 10 વર્ષના આંકાડા એકત્રીત કરવામાં આવ્યા હતા. 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા 10 હજાર લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે પારિવારીક જીવનમાં કંકાશથી ડેમિશાય એટલે કે સ્મૃતિદોષની બિમારી થાય છે. આ બિમારીમાં લોકો વસ્તુઓ ભૂલી જાય છે.

ડોક્ટરના મતે જે લોકોને પોતાના સંતાનો અને બાળકો સાથે સારા સંબંધ હોય છે તેમને ડિમેશિયાનું જોખમ 17 ટકા ઓછું હોય છે. જ્યારે જે લોકોના સંબંધો તેમના પરિવાર કે સંબંધીઓ સાથે ચિંતાજનક હોય છે તેમને વૃદ્ધાઅવસ્થામાં આ બિમારી આવવાની શક્યતા 31 ટકા વધારે હોય છે. ડિમેશિયા કોઇ બિમારીનું નામ નથી. પરંતુ વિવિધ લક્ષ્ણોનો સમૂહ છે. તેની સીધી અસર માથાને નુકશાન પહોંચાડે છે. ડિમેશિયા ગ્રસ્ત વ્યક્તિ તેના રોજીદા કાર્યો યોગ્ય રીતે કરી શકતું નથી. સાથે જ તેમને રોજબરોજના કામ કરવામાં પણ તકલીફ પડે છે.

http://sambhaavnews.com/

You might also like