અઠવાડિયામાં ૧૦ ટામેટાં ખાવાથી કેન્સર ટાળી શકાય

ટામેટાં દરેક સિઝનમાં મળે છે અને લગભગ મોટા ભાગનાં ઘરોમાં એનો ઉપયોગ થતો હોય છે. એક સ્ટડીમાં જાણવા મળ્યા મુજબ ટામેટાં કેન્સર રોકવામાં ઉપયોગી સાબિત થઇ શકે એમ છે.

રિસર્ચમાં કહેવાયું છે કે અઠવાડિયામાં કમ સે કમ ૧૦ ટામેટાં ખાવામાં આવે તો કેન્સર થવાની શક્યતા ૪પ ટકા ઘટી જાય છે.ટામેટાંમાં એવાં પૌષ્ટિક તત્ત્વોની ભરમાર હોય છે કે જે પ્રોસ્ટેટ કેન્સરના કોષોને વધતા રોકે છે. કેરોટિનોઇડ નામનું તત્ત્વ ટ્યૂમર ઓછું કરવામાં મદદ મળે છે.

ટામેટાંમાં રહેલું એન્ટિ-ઓક્સિડન્ટ લાઇકોપિન નામનું રસાયણ કેન્સર સામે લડવામાં મદદ કરે છે. વળી બિટા કેરોટિન નામનું રસાયણ શરીરમાં જઇને વિટામિન-એમાં પરિવર્તિત થાય છે. આ વિટામિન હાડકાંમાં થતાં કેન્સરને રોકવામાં સક્ષમ છે.

You might also like