જો તમને ઊંઘ ન આવતી હોય તો ચેતી જજો, જોખમની નિશાની છે

યુવા ભારતની આંખોમાંથી ઊંઘ છીનવી લેવી છે અને આ ચોર બીજું કોઈ નહિ પણ આજકાલનું હાલાકીભર્યું જીવન છે. ચોંકવનારી હકીકત છે અને ઘણા સર્વેમાં આ હકીકત સામે આવી છે. હાલમાં જ એક ખાનગી કંપનીએ 25 શહેરોના 5600 કામકાજી યુવાનોનો સર્વે કર્યો હતો. આ પ્રમાણે 68 ટકા યુવાનો સંપૂર્ણ રીતે ઊંઘ નથી લઈ શકતા. 58 ટકાએ સ્વીકાર્યું છે કે ઊંઘ પૂરી ન થવાને કારણે તેઓના કામકાજ પર ઘણી નકારાત્મક અસર પડે છે. જ્યારે કે 11 ટકાએ સ્વીકાર્યું છે કે તેઓ ઊંઘ પૂરી કરવા માટે ઓફિસના કામ દરમિયાન પણ ઝપકી લઈ લે છે.

આ તો માત્ર એક પુરાવો છે કે જે આ ચોંકાવનારું સત્ય બહાર લાવ્યું છે. જી હાં, ઓછી ઊંઘ પણ એક બિમારી છે. ચિકિત્સા વિજ્ઞાનની ભાષામાં આને સ્લીપ ડિસોર્ડર કહેવામાં આવે છે. વર્લ્ડ એસોશિએશન ઓફ સ્વીપ મેડિસીનના જણાવ્યા પ્રમાણે સ્લીપ ડિસોર્ડર 80 પ્રકારના હોય છે.

તો સવાલ થાય કે આખરે વ્યક્તિ માટે કેટલી ઊંઘ પૂરતી કહેવાય છે. જો વાત નવજાત બાળકની કરવામાં આવે તો તેને 22 કલાક સુધી ઊંઘવું પડે છે અને જ્યારે કે થોડા સમય પછી તેની ઊંઘ 18થી 16 કલાકની થઈ જાય છે. ટીનએજર લોકો 9 કલાક, યુવાનો 7થી 8 કલાક તો ગર્ભવતીઓ શરૂઆતના ત્રણ મહિલાઓની સરેરાશ ઊંઘ ઘણા કલાકો હોય છે.

You might also like