જો તમે આમ કરશો તો તમારી ચરબીમાં થશે ઘટાડો…

જલ્દી વજન ઘટાડવા માટે લોકો જિમમાં ભારેથી ભારે વર્કઆઉટ કરતાં હોય છે, પરીણામ એ આવે છે કે તે જલ્દી થાકી જાય છે અથવા તો પોતાને નુકસાન પહોંચાડે છે. ફિટ રહેવું કોને પસંદ નથી પડતું.

દરેક લોકો ઇચ્છે છે કે તેઓ ફીટ રહે. ફિટ રહેવાનું સૌથી સારો ઉપાય છે દોડવું. પરંતુ તમને ખબર છે કે સીધુ દોડવા કરતાં જો તમે ઉલ્ટા (ઊંધું) દોડો તો વધારે અસરકાર રહે છે.

એક સર્વે કરતા જાણવા મળ્યું કે જે લોકો ઊંધુ દોડયા હતા તેમનું અંદાજે 2.5 ટકા જેટલું વજન ઘટયું હતું. જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોનું તો માનવું છે કે ઊંધુ દોડવાથી ઘૂંટણની તકલીફનો ભય ઓછો રહે છે. સીધું દોડવાથી તમે કમરને નમાવી શકો છો જના કારણે ડોક તેમજ કમરના દર્દની સમસ્યા થઇ શકે છે જ્યારે સીધું થઇને જ તમારે ઊંધુ દોડવું પડે છે.

એક સ્ટડી મુજબ ઊંધુ દોડવાથી તમે જલ્દી વજન ઘટાડી શકો છો, કારણ કે તમારી 20 ટકા વધારે કેલેરી વાપરવી પડે છે. જો કોઇ તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કર્યા બાદ જો થોડો સમય દોડવા જાવ તો તમે તાજગીભર્યું મહેસૂસ કરશો. ઊંધું દોડવા માટે તમારે વધારે મહેનત કરવી પડે છે.

You might also like