જો આગામી એક મહિનામાં ભૂલથી પણ કરશો આ કામ તો થઇ શકે છે અશુભ…

આવતા એક મહિના સુધી આ કામ કરવા પર સૂર્યનો અશુભ પ્રભાવ પાડી શકે છે. આજે 14 માર્ચથી ખરમાસ (મલમાસ) શરૂ થઇ રહ્યો છે. સૂર્યનો મીન અને ધનુ રાશિમાં પ્રવેશથી આ યોગ બને છે. આ દરમિયાન કોઇ શુભ કાર્ય વિવાહ, ગૃહપ્રવેશ, મુંડન સંસ્કાર જેવા કામો કરી શકાતા નથી. ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ રહે છે.

એવું માનવામાં આવ છે કે આ દિવસોમાં તાંબાના વાસણમાં રાખેલી વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પુજા કરવી જોઇએ. ગાંદલા પર સુવું ન જોઇએ અને સાથે જમીન પર બેસીને જમવું જોઇએ. એક મહિનો સુધી માંસાહારી વસ્તુ પણ ન ખાવી જોઇએ.

માંસાહારી વસ્તુઓ ખાવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઇ જાય છે. આ દિવસોમાં સફેદ ધાન જેમ કે ચોખા, ઘઉં, સફેદ તલ, જવ, આમળા વગેરેનો પ્રયોગ ન કરવો જોઇએ.

You might also like