આ દેશમાં જો તમે રજા નહીં લો તો ભરવો પડશે દંડ….!

ઓફિસમાં કામ કરતા લોકોને સૌથી વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે તેને કોઈ રજા લેવાની હોય. આ માટે તેને ઘણા પ્રકારના બહાના બનાવવા પડે છે. ઘણી વખત તો ઓફિસમાં વધુ લાંબા સમયની રજા લો તો પગાર પણ કાપી નાખવામાં આવે છે. પરંતુ દુનિયામાં કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં રજા લેવાનો નિયમ બાકીના દેશો કરતા અલગ છે.

ફ્રાન્સ એવો દેશ છે કે જ્યાં રજા ન લેવા પર કર્મચારીઓને દંડ ભરવો પડે છે. આ બાબત વિશે આ દેશની એક ઘટના સામે આવી છે કે ત્યાં એક બેકર પર 3600 ડોલર એટલે કે ભારતીય નાંણા પ્રમાણે અંદાજે લગભગ 2 લાખ રૂપિયાનો દંડ લગાવામાં આવ્યો છે.. તમે આ દંડનું કારણે જાણીને ચોંકી જશો. તેની પાછળનું કારણ છે તેણે ક્યારે રજા નહોતી લીધી.

41 વર્ષીય સેડ્રિકે ગત વર્ષના ઉનાળાથી અત્યાર સુધી કોઈ રજા લીધી નહોતી. ફ્રાન્સના લેબર કાયદા પ્રમાણે અઠવાડિયામાં સાત દિવસમાં એક પણ રજા લીધા વિના કામ કરવુ એ ગેરકાનૂની છે. આ વ્યકિતએ પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને જોતાં તેમને બેકરી ખુલ્લી રાખી. આ જ કારણથી તેમને દંડ કરવામાં આવ્યો છતાં કેટલાક લોકોએ સેડ્રિકના કામ કરવા માટેના ઉત્સાહ ને લઇને આ નિયમનો વિરોધ વ્યક્ત કર્યો છે.

You might also like