નકામી વસ્તુઓ યાદ રહેતી હોય તો ભવિષ્યની યાદશક્તિ માટે ખરાબ

ઘણીવાર કેટલાક લોકોને વર્ષો પહેલા નાનામાં નાની ઘટના પણ યાદ રહી જાય છે. યાદ રહે એટલું જ નહીં પરંતુ વર્ષો સુધી નકામી વસ્તુઓ પણ ભુલી શકાતી નથી. અા બાબત યાદશક્તિ માટે ખૂબ જ ખરાબ છે. અાપણું મગજ કામ વગરની વસ્તુઓને ભુલવા માટે એક ચોક્કસ વ્યવસ્થા ધરાવે છે. મગજમાં સ્ક્રિબલ તરીકે ઓળખાતું પ્રોટિન હોય છે જે સભાનતાપૂર્વક કામ વગરની ચીજોને મગજની હાર્ડડિસ્કમાંથી ભુસવાનું કામ કરે છે. જો એમ સમયાંતરે થતું રહે તો મગજમાં માહિતી અને યાદોનો ભરાવો થતો નથી.

You might also like