વાળને મુલાયમ બનાવા તેમજ ખોડાની સમસ્યાથી બચાવા અપનાવો આ ટીપ્સ…

શિયાળાની શરૂઆત થઇ જતાં સ્કિન તેમજ વાળને લગતી સમસ્યાઓ જોવા મળે છે. જેમાં વધુ જોવાતી એક સમસ્યા છે વાળામાં જોવા મળતો ખોડો. શિયાળામાં વાળોમાં ખોડો થવો આમ વાત છે.

જેના કારણે હેરફોલની સમસ્યા વધી જાય છે. જો તમે માથામાં થઇ જતા ખોડાનો ઇલાજ સમયસર નથી કરાવતાં તો ડ્રાય સ્કિન, સ્ટ્રેસ અને ખંજવાળની સમસ્યા થવા લાગે છે. જો કે શિયાળામાં થતાં ખોડા માટે ચાલો જાણીએ ઘરેલું ઉપાય. માથામાં થતા ખોડાની સમસ્યાને દૂર કરવા માટે લીંબૂનો ઉપયોગ કરો.

વાળને ભીના કરો અને લીંબીનો સ્કેલ્પ પર લગાવો અંદાજે 5 મીનીટ સુધી આમને આમ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી વાળને ધોઇ નાંખો. અઠવાડિયામાં માત્ર બે વાર લીંબુ લગાવી માથૂ ધોવાથી ખોડાની સમસ્યાથી છૂટકારો મળી શકશે.

જો કે ખોડાને દૂર રાખવા દહીં પણ એક ઘણો સારો ઉપાય છે. દહીં ખાટુ હોય તો ઘણું વધારે ફાયદાકારક છે. દહીંને પણ વાળમાં લગાવો અને થોડા સૂકાઇ જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો જેના કારણે વાળ મુલાયમ થઇ જશે.

1 એક ચમચી બેકિંગ સોડામાં થોડુ પાણી મેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો. તેને ઓછામાં ઓછી ત્રણ મિટી સુધી રાખો. બેકિંગ સોડાની પેસ્ટ વાળમાં લગાવાથી તમને ખોડામાંથી રાહત મળી શકે છે.

You might also like