જો તમને લાગે છે તમે યોગ્ય છો તો માંગો વધુ પેસા: દીપિકા

બોલિવૂડમાં સૌથી વધુ મહેનતાણું લેનાર અભિનેત્રીમાંથી એક દીપિકા પદુકોણનું કહેવું છે કે મહિલાઓને જો લાગે છે કે તેમને મળતું મહેનતાણું યોગ્ય નથી તો તમારા માટે જે યોગ્ય છે તે મહેનતાણું માગવામાં સંકોચ ન કરો. તાજેતરમાં એક કાર્યક્રમમાં મહિલાઓને સારું મહેનતાણું માગવા માટે આત્મવિશ્વાસ હોવાની જરૂરિયાત પર વાત ચાલી રહી હતી.

દીપિકાએ કહ્યું કે જો તમને અહેસાસ થાય છે કે હું હદ પાર કરી રહી છું. શું હું તેને લાયક છું? પરંતુ જો તમને લાગે છે કે તમે તેને લાયક છો તો સો ટકા તેમજ કરો. ક્યારેય તમારા હકને માગવામાં સંકોચ ન કરો.

ટાઇમ્સ મેગેઝિનની વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ થનારી દીપિકા પહેલી ભારતીય છે તેમાં તેની સાથે નિકોલ કીડમેન, રાલ ગેડોટ, ગ્રેટા ગાર્વિંગ અને લેના વેથ પણ છે. દીપિકાએ કહ્યું કે ઘણાં વર્ષ સુધી અમને એવું વિચારવા દેવાયું કે અમે આ ઓછા મહેનતાણા સાથે સંમત છીએ. ક્યારેક થોડું વધુ મહેનતાણું આપવાની વાત કરાઇ, પરંતુ તે ન અપાયું. મને લાગે છે કે તમને એટલું વળતર સો ટકા મળવું જોઇએ, જે તમે વિચારો છો. તેના માટે લડવું પણ યોગ્ય છે અને શરૂઆતમાં અસહજતા અનુભવવી તે પણ યોગ્ય છે, કેમ કે લાંબા સમય સુધી આપણે એવું જ અનુભવતાં આવ્યા છીએ.

You might also like