જો તમે પણ આ પોઝિશનમાં ઊંઘો છો તો થઇ જાવ સાવધાન…નહીં તો પડશે પસ્તાવું

આપણે બધા જાણીએ છીએ કે, સારા આરોગ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે માત્ર પ્રમાણમાં ઊંઘવું જ મહત્વનું નથી, પરંતુ પોઝિશનમાં ઊંઘવું ખુબ જરૂરી છે. જો તમે યોગ્ય પોઝિશનમાં નથી ઊંઘતા તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. દિવસભરના થાક બાદ તમે જયારે પથારી પર પહોંચો છો ત્યારે તમે ઊંધા(પેટના ભાગે) તો નથી ઊંઘતાને? જો તમે ઊંઘતા હો તો આ આદત તમારા સ્વસ્થ ઉપર ખરાબ અસર પાડી શકે છે.

કરોડરજ્જુ પર તાણ :
– પેટ પર ઊંઘવાથી કરોડરજ્જુ પર વધુ તાણ અને દબાણ હોવાને કારણે કમર અને કરોડરજ્જુ પર ખરાબ અસરો થાય છે, કારણ કે આ પોઝિશનમાં ઊંઘવાથી તમારું બધું વજન મધ્યમ શરીર પર હોય છે, તે કારણે ઊંઘતી વખતે કરોડરજ્જુ પોઝિશન જાળવવી મુશ્કેલ બને છે.

પીઠ પર ખરાબ અસર :
– પેટ પર ઊંઘવાથી સાંધા, ગરદન અને પીઠનો દુખાવો થઈ શકે છે. તે કારણે, 8 કલાક ઊંઘવા છતાં તમારી ઊંઘ પુરી નથી થતી અને તમે આગામી આખો દિવસ થકાન અનુભવો છો.

ગરદનનો દુખાવો :
– પેટ પર ઊંઘવાના લીધે, તમારું માથું અને તમારી કરોડરજ્જુ સીધા અંકુશમાં નથી રહેતી , જેના કારણે તમને ગરદનમાં મુશ્કેલી ઊભી થઇ શકે છે.

You might also like