શું તમે ઓનલાઇન બેન્કિગ કરો છો તો આ કિસ્સો છે તમારા માટે ઉપયોગી..

અમદાવાદ: જો તમે અોનલાઈન બેન્કિંગ કરો છો તો હવે થોડા સાવધ રહેજો, કારણ કે અોનલાઈન બેન્કિંગ કરતાં સિક્યોરિટી હોવા છતાં પણ તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. શહેરના બોપલ વિસ્તારમાં રહેતા અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામકાજ કરતા યુવકના ખાતામાંથી રૂ. ૪૮,૦૦૦ ઉપડી ગયાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવકે લેપટોપમાં લોગ ઇન કરી અને જાણવા મળતાં ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અા રૂપિયા ઉપડ્યા હોવાનું બહાર અાવ્યું હતું. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સાઉથ બોપલ વિસ્તારમાં અાવેલ સફલ પરિસર-૧માં સિદ્ધાર્થ શાહ તેના પરિવાર સાથે રહે છે. બોપલના સોબો સેન્ટરમાં બે વર્ષથી ગ્રાફિક્સ ડિઝાઈ‌િનંગનું કામકાજ કરે છે. સાઉથ બોપલમાં અાવેલી અાઈસીઅાઈસીઅાઈ બેન્કમાં તેઅોનું કરંટખાતું અાવેલું છે, જેમાં તેઅો તેમના ધંધાના વ્યવહારો કરે છે. ૨૦ દિવસ પહેલાં તેમના લેપટોપથી તેઅોઅે ઇન્ટરનેટ બેન્કિંગનું લોગ ઇન કર્યું હતું.

લોગ ઇન કરતાંની સાથે જ તેમના ડેબિટકાર્ડ મારફતે કોઈ અજાણી વ્યક્તિઅે ત્રણ ટ્રાન્ઝેક્શન કરેલાં હતાં, જેમાં ૮ તારીખે સવારે પહેલું ૬૭.૨૯ રૂપિયા, બીજું ૩૧૭૮૬ અને ત્રીજું ૧૬૮૮૫ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, જેમાંથી રૂ. ૬૭.૨૯નું ટ્રાન્ઝેક્શન પરત અાવી ગયું હતું. અોનલાઈન કોઈ પણ વ્યક્તિઅે અા રીતે પૈસા ટ્રાન્સફર કરી લેતાં તેઅોઅે બેન્કમાં જાણ કરી હતી.

બેન્કના અધિકારીઅોઅે અા અંગે કસ્ટમર કેરમાં જાણ કરવા જણાવ્યું હતું, જેથી તેઅોઅે કસ્ટમર કેરમાં ફોન કરતાં કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ બંધ કરી દેવા જણાવ્યું હતું. ફોર્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઅોને પૂછવામાં અાવ્યું હતું કે કોઈ અોટીપી કે ઇ-મેઇલ અથવા તો ફોન અાવ્યો હતો તો તેઅોઅે અા અંગે ના પાડી હતી.

You might also like