શું તમે પણ એનર્જી ડ્રિંકના શોખીન છો, તો ચેતી જાઓ! નથી કોઈ ફાયદા

તણાવ અને ઝડપી લાઈફ જીવી રહેલા લોકો આજકાલ પોતાના રોજિંદા કામકાજના થાકમાંથી રાહત મેળવવા માટે એનર્જી ડ્રિંક પીતા હોય છે, પરંતુ રોજ એનર્જી ડ્રિંકનું સેવન તમારા શરીર માટે જરાય ફાયદાકારક નથી. એનર્જી ડ્રિંકમાં ખાંડ, કેફીન, ખનિજતત્વો અને બિનપોષક તત્વો હોય છે, જે શરીરમાં લોહીનું પરિભ્રમણ, જાડાપણું, હદય રોગની સમસ્યાઓ ઉભી કરે છે. જેનાથી શરીરમાં ઘણું નુકશાન થાય છે.

1) હદય રોગ
રોજનું 250 મિ.લીથી વધુ એનર્જી ડ્રિંકનું સેવન કરતા હોવ તો લોહીનું પરિભ્રમણ અનિયમિત થઈ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

2) પ્રેગનેન્સીમાં જોખમ
18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે અને ગર્ભવતી મહિલાઓ માટે એનર્જી ડ્રિંક વધુ જોખમી બની શકે છે.

3) ડાયાબિટીસ
એનર્જી ડ્રિંકમાં રહેલા કેફીનના કારણે ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે.

4) માઈગ્રેન
એનર્જી ડ્રિંકનું વધુ સેવન કરવાથી માથાનો દુખાવો વધી શકે છે. હાર્ટબીટ ઝડપી થઈ શકે છે. પરસેવો વધુ થવો અને હાથ પગ ધ્રૂજવાની તકલીફો પેદા થઈ શકે છે.

5) માનસિક સમસ્યાઓ
એનર્જી ડ્રિંકમાં રહેલા હાનિકારક તત્વો અનિંદ્રા, તણાવ અને નર્વસનેસ જેવી સમસ્યાઓ પેદા કરે છે, જેની દિમાગ પર ખરાબ અસર થાય છે.

You might also like