મહિલાઓએ બ્લડપ્રેશર ઘટાડવું હોય તો ફૂટબોલ રમવો

બ્રિટનનાં રિસર્ચરોનું કહેવું છે કે છોકરીઓએ પણ ફૂટબોલ રમવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેનાથી સ્વાસ્થ્યને ફાયદા થાય છે. સ્વિડનની યુનિવર્સિટી ઓફ ગુથેનબર્ગના સંશોધકોનું કહેવું છે કે ૩પ થી પ૦ વર્ષની સ્ત્રીઓ ફૂટબોલ રમે તો તેમને બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ થાય છે. આ એજ ગ્રૂપમાં હાઇ બ્લડપ્રેશરની સમસ્યાની શરૂઆત થઇ હોય તો ફુટબોલ એ રમત જ નહીં, રેમેડી બને શકે છે. મિડલ એજ મહિલાઓમાં પેટ ફરતેની ચરબીનો ઘેરાવો વધવાનું પ્રમાણ પુુરુષો કરતાં વધુ હોય છે અને પેટના ઘેરાવાના કારણે હાઇપરટેન્શન અને કોલેસ્ટરોલની સમસ્યા વધે છે. મહિલાઓને વીકમાં ચાર વાર માત્ર મનોરંજન અને રિલેકસેશન માટે ફૂટબોલ રમાડવાનો પ્રયોગ થયો.

You might also like