જો આમ થાય તો દેશની આવકમાં 27 ટકાનો વધારો થશે

ભારતની રાષ્ટ્રીય આવકમાં 27 ટકાનો વધારો થઈ શકે છે જો કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી પુરુષોને સ્તરે બરાબર પહોંચી જાય તો. આ વાત આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આઈએમએફના પ્રબંધ નિદેશક ક્રિસ્ટીન લગાર્દેએ કહી છે. તેમણે કહ્યું છે કે ઉદાહરણ તરીકે જો મહિલાઓ પણ પુરુષોની સરખામણીમાં સરખી ભાગીદારી બતાવે તો અમેરિકામાં પાચં ટકા, જાપાન અને ભારતમાં 27 ટકાનો વધારો થઈ શકે છે.

લોસ એન્જેલિસમાં સોમવારે વિમેન્સ એમ્પાવરમેન્ટ ઇન ઇકોનોમિક ગેમ ચેન્જરમાં પોતાના ભાષણમાં ક્રિસ્ટીને કહ્યું કે મહિલાઓ માટે બહેતર આર્થિક અવસર અને સમાન મહેનતાણાથી સારી આર્થિક વૃદ્ધિ થશે. ક્રિસ્ટીને કહ્યું કે મહિલાઓનું સશક્તિકરણ કોઈ પણ દેશ માટે આર્થિક રીતે સ્થિતિ બદલનારુ બની શકે છે.

ગ્લોબલ મેકેન્જી ઇન્સ્ટિટ્યૂટની એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કોર્પોર્ટ ક્ષેત્રે જાતિય સમાનતાની બાબતમાં ભારત પોતાના કોઈ પણ પડોસી દેશ કરતાં પાછળ છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં મહિલાઓની વસતિ 60 કરોડથી વધુ છે. પરંતુ દેશની શ્રમ શક્તિમાં તેઓની ભાગીદારી માત્ર 27 ટકા છે જ્યારે કે વિશ્વસ્તરે આ સરેરાશે 40 ટકાથી વધુ છે. આ રિપોર્ટ પ્રમાણે જો પુરુષો પણ ઘરની મહિલાઓને કામ કરવા માટે મદદ કરવા લાગે તો મહિલાઓ પાસે કામ કરવાની વધુ તક હશે. આનાથી જીડીપી પર પણ અસર પડશે.

You might also like