મનમાં વિશ્વાસ હોય અને સાથે ઝનૂન હોય તો કોઇ પણ કામ નામુમકિન નથીઃ અનુષ્કા શર્મા

સામાન્ય રીતે સ્ટારને ખૂબ જ મહેનત બાદ ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળે છે. આ સ્ટારમાંથી એક છે અનુષ્કા શર્મા. અનુષ્કાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં સારી એવી જગ્યા બનાવી લીધી છે. તે સારાં પાત્ર તો ભજવે છે, સાથે-સાથે ફિલ્મ નિર્માત્રી બનીને તેણે સાબિત પણ કરી દીધું છે કે મનમાં વિશ્વાસ હોય અને સાથે ઝનૂન હોય તો કોઇ પણ કામ કરવું મુશ્કેલ કે નામુમકિન નથી.

અનુષ્કા પોતાની એક્ટિંગ કરિયરથી સંપૂર્ણ સંતુષ્ટ છે અને તે ખુદને ખુશકિસ્મત માને છે કે તેને હંમેશાં સારી ફિલ્મો મળી છે. આ માટે તે આદિત્ય ચોપરાનો આભાર માને છે, કેમ કે તેણે અનુષ્કા પર વિશ્વાસ મૂક્યો. અનુષ્કા કહે છે કે હું ફિલ્મો લાલચથી કરતી નથી. હંમેશાં મારી કોશિશ રહી છે કે કંઇક આઉટ ઓફ ધ બોક્સ કરી શકું.

લગ્ન પછી સામાન્ય રીતે છોકરીઓને પુરુષોની બરાબર દરજ્જો મળતો નથી. આ અંગે વાત કરતાં અનુષ્કા કહે છે કે હું તમારી વાત સાથે સહમત છું. ઘરે બેઠેલી મહિલાઓને સમાન હક મળતા નથી. તેમનું કામ સરળ નથી, છતાં તેમને કોઇ સપોર્ટ કરતું નથી. ઘર ચલાવવું મોટા મેનેજમેન્ટની વાત છે. ઘરમાં રહેનારી મહિલા પાસે દસ પ્રકારનાં કામ હોય છે.

ઘર ચલાવવું કોઇ પણ રીતે બાકીનાં બીજાં કામ જેવું જ છે. આપણે તે મહિલાઓને ખૂબ જ ઇજ્જત આપવી જોઇએ. પોતાની પર્સનલ લાઇફ અંગે વાત કરતાં તે કહે છે કે વિરાટ ક્રિકેટ સાથે જોડાયેલા નિર્ણય જાતે લે છે. મારા ફિલ્ડનાં ડિસિઝન મારાં પોતાનાં હોય છે. અમે એકબીજાના પ્રોફેશનનું રિસ્પેક્ટ કરીએ છીએ અને એકબીજાને સપોર્ટ કરીએ છીએ. •

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago