ઘરની આસપાસ પ્રદુષણ હશે તો તમે ગણિતમાં નબળા અને ભૂલકણા બનશો

નવી દિલ્હી: ભારત અને ચીન પ્રદૂષણ મામલે એક સરખા જ છે. લેન્સેટ કમિશનના અેક રિપોર્ટ અનુસાર પ્રદૂષણથી થતા મૃત્યુની બાબતમાં ભારત પહેલા અને ચીન બીજા સ્થાને છે. રિપોર્ટ અનુસાર માત્ર ર૦૧પમાં પ્રદૂષણને કારણે દુુનિયાભરમાં રપ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

વાયુ પ્રદૂષણ હવે ધીમે ધીમે લોકોના વિચારવા અને સમજવાની સ્કીલ પર પણ ખરાબ અસર પાડી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા એક રિસર્ચ અનુસાર વાયુ પ્રદૂષણને કારણે ગુણાકાર, ભાગાકાર કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

વાયુ પ્રદૂષણના મગજ પર પ્રભાવને જાણવા માટે યેલ અને પેકિંગ યુનિવર્સિટીએ એક અભ્યાસ કર્યો. પ્રોસિડિંગ ઓફ નેશલન એકેડેમી ઓફ સાયન્સ જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત થયું. રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણની સીધી અસર અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી બીમારીના રૂપમાં જોઇ શકાય છે.

રિસર્ચ ટીમે ર૦૧૦થી ર૦૧૪ દરમિયાન લગભગ ૩ર,૦૦૦ ચીની લોકો પર સર્વે કર્યો. આ સર્વેમાંં દરેક વર્ષના ડેટાનો તુલનાત્મક અભ્યાસ કરીને રિસર્ચરોએ જોયું કે પ્રદૂષણના સંપર્કમાં રહેતા લોકોની બોલચાલની ક્ષમતા અને ગણિતની ક્ષમતા પર અસર થાય છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે મધ્ય અને ઓછી આવકવાળા દેશોના ૯૮ ટકા શહેર જ્યાંની વસ્તી એક લાખથી વધુ છે. તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વાયુ ગુણવત્તાના દિશા નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે.

અભ્યાસમાં સામેલ એક અમેરિક ઇન્સ્ટિટયૂટે જણાવ્યું કે પ્રદૂષણની અસર મહિલાઓની તુલનામાં પુરુષો પર વધુ થાય છે. ઉંમર લાયક લોકો પર તેનો સૌથી પ્રભાવ જોવા મળે છે. ખાસ કરીને એવા લોકોને આ સમસ્યા વધુ થાય છે જેઓ ઓછું ભણેલા ગણેલા છે.

વાયુ પ્રદૂષણમાં બારિક કણો અને નાઇટ્રોજન ડાયોકસાઇડ તેમજ સલ્ફર ડાયોકસાઇડ જેવા ગેસ છે જે બ્રેઇન ઉપરાંત હૃદયરોગ, લંગ કેન્સર અને સ્ટ્રોકનું કારણ બને છે. હવામાં રહેલા બારિક કણો મોં અને નાકની મદદથી શરીરમાં પહોંચે છે અને લોહીમાં ભળીને શરીરના બીજા ભાગમાં પહોંચે છે.

divyesh

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

6 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

8 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

8 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

8 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

8 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

9 hours ago