સવારે ઊઠીને તરત સ્મોકિંગ કરવાની આદત હોય તો કેન્સરનું રિસ્ક વધે

સિગારેટ પીવા માત્રથી કેન્સરનું જોખમ વધે છે, જોકે તમે એ કયા સમયે પીઓ છો એ પણ તમારા સ્વાસ્થ્યને કેટલી અસર કરશે એ નક્કી કરે છે. અમેરિકાના રિસર્ચરોએ લગભગ ૮૫૦૦ સ્મોકર્સનો અભ્યાસ કરીને તારવ્યું છે કે જે લોકો સવારે ઊઠીને પહેલું કામ સ્મોકિંગ કરવાનું કરતા હોય તેમને કેન્સર થવાનું રિસ્ક ૭૯ ટકા વધુ હોય છે. ઊઠ્યા પછી તરત મૂડમાં આવવા માટે સિગારેટ સળગાવનારા લોકો દિવસ દરમિયાન પણ વધુ માત્રામાં સિગારેટ પીએ છે. ઊઠીને પહેલી ૩૦ મિનિટમાં જ સ્મોકિંગ કરતા લોકોમાં ફેફસાંનું કેન્સર થવાનું જોખમ બમણું હોય છે. અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ કોલેજ ઓફ મેડિસિનના સાયન્ટિસ્ટોનું કહેવું છે કે ઊંઘમાંથી ઊઠીને એક કલાકમાં જ સ્મોકિંગ કરનારાઓ ભલે દિવસમાં ઓછી સિગારેટ પીએ, પણ તેમનાં ફેફસાંને વધુ ડેમેજ સવારના સમયમાં જ થઈ ચૂક્યું હોય છે.

You might also like